Subscribe Us

Header Ads

વૈચારિક પતન

 એક નાનકડી ચકલી અને એક ગીધ વચ્ચે હરીફાઈનું આયોજન થયું. જે વધારે ઊંચે પહોંચશે તે જીતશે એવું નક્કી થયું. ચકલી ફરરર ફરરર કરતી ઊચે જવા લાગી. એ જ વખતે તેને નીચે પડી રહેલાં બે જીવડાં દેખાયાં. તેણે એ બંનને પણ પોતાની સાથે લીધાં અને ધીરે ધીરે ઉપર જવા લાગી. એ દરમ્યાન ગીધ તો ખૂબ ઊંચે પહોંચી ગયું હતું, પરંતુ એટલામાં જ તેને એક સડેલી લાશ દેખાઈ. આથી તે હરીફાઈ ભૂલી જઈને તે લાશનું માંસ ખાવા માટે નીચે આવી ગયું. એના પરિણામે ચકલી હરીફાઈ જીતી ગઈ. એક સંત દૂર બેઠા બેઠા આ ઘટના જોઈ રહ્યા હતા. તેઓ બોલ્યા કે -


*ઊંચે ઉઠે ફિર ના ગિરે, યહી મનુજ કો કર્મી ઔરન લે ઉપર ઉઠે, ઈસસે બડો ન ધર્મ'


એ વાત સાચી છે કે ઊંચે ઉડ્યા પછી ફરી પાછું પતન થવાની પાછળ મનુષ્યનાં કુકર્મો જ જવાબદાર હોય છે. જે લોકો શાંતિપૂર્વક ધર્મના માર્ગે ચાલતા રહે છે તેઓ જ ઉન્નતિ કરવામાં સફળ થાય છે.


     સંદર્ભ સ્ત્રોત:- યુગશક્તિ ગાયત્રી,ફેબ્રુઆરી ૨૦૨૧


Post a Comment

0 Comments