Subscribe Us

Header Ads

દીકરાનો મારનાર

" દીકરાનો મારનાર "
         પ્રથમ સત્ર ધોરણ ૮ ગુજરાતી વિષયના અભ્યાસક્રમમાં   'દીકરાનો મારનાર'  એકમ  આવે છે 
           આજે આપની વચ્ચે જે વાત રજૂ કરું છુ તેના તથ્યો પૂરાં ચકાસ્યા બાદ પૂરતી ખાત્રી થયા પછી જ   એક સત્યઘટના રજૂ કરું છુ.

          આજથી ત્રણ વર્ષ પહેલાં મારી સાથે જ સી.આર.સી.કો.ઓર્ડીનેટર તરીકે કાર્ય કરતાં તુલસીભાઈ પરમારના 27 વર્ષના દીકરાને અકસ્માત થયો ,અને દીકરાનું ઘટનાસ્થળે અવસાન થયું.સાહેબ પર આભ તૂટી પડ્યું.જવાનજોધ દીકરાનું અકાળે અવસાન થાય ત્યારે  'એક બાપ અકાળે જ વૃધ્ધ થઈ જાય છે.'જેમ કોઈ વૃક્ષ ફળ આપવાનું જ હોય અને સુકાઈ જાય એમ દીકરો બાપને ખભે ખભો આપવાનો હોય ને દીકરો હોમાઈ જાય.........
  એકસીડ્ન્ટ થયેલ હોવાના કારણે પોલીસ કેસ થયો.તપાસ પણ થઈ,કોર્ટ માં પહેલી મુદ્દતમાં આરોપી અને અસીલ  બંને જ્જ સાહેબ સમક્ષ હાજર થાય છે.જેના બાઈકથી અકસ્માત થયો હોય છે તે વ્યક્તિના પિતા પાટણમાં સીંગ-ચણાની લારી ફેરવે છે.એને પણ એક છ માસનો દીકરો છે.બાપ અને દીકરા બંનેની આંખમાં આંસુ છે.બીજી બાજુ પરમાર સાહેબને પણ થાય છે કે આ વ્યક્તિના કારણે જ મે મારા દીકરાને ગુમાવ્યો છે. આ બાજુ આરોપીના વકીલ પરમાર સાહેબને કાંઇ કહેવા જાય છે તે અગાઉ પરમાર સાહેબ જ્જ સાહેબને જણાવે છે કે :"સાહેબ મારે કેશ પાછો ખેંચવાનો છે અને હવે અમને આરોપી સામે કોઇ ફરીયાદ નથી.જો આરોપી ઇચ્છે તો હું સમાધાન કરવા તૈયાર છુ"
જ્જ સાહેબે પણ સમાધાન થયેલ હોય ચુકાદો સંભળાવી દીધો.
    મુખ્ય વાત હવે શરૂ થાય છે. આરોપીના વકીલ પોતાના તરફેણમાં ચુકાદો આવવાના  કારણે આનંદમાં છે.પેલો લારીવાળો ગરીબ બાપ પરમાર સાહેબ પાસે આવે છે.સાથે આરોપી યુવાન અને તેના છ માસના બાળકને તેડીને તેની સ્ત્રી પણ આવે છે ,અને પરમાર સાહેબને સમાધાન કરવા માટે કેટલા રૂપિયા આપવાના છે તે જણાવવા કહે  છે ,પરમાર સાહેબ જણાવે છે કે હું શિક્ષક છુ.બાળકોને ગુજરાતી વિષયમાં 'દીકરાને મારનાર ' પાઠ ભણાવું છુ ,એમાં રાજા પોતાના દીકરાને અજાણતાં મારનાર યુવાનને નાસવામાં મદદ કરે  છે, કારણકે અજાણતાં પોતાની રક્ષા કરવા જતાં રાજકુમારને તલવાર વાગી જાય છે ,જો ગામ લોકોના હાથમાં યુવાન આવી જાય તો દીકરાના મારનારને મારી જ નાખે ,તેમ છતાં પોતાનો દીકરો તો મરી ગયો પણ હવે આ યુવાનને મારીને બીજુ ઘર પણ દીકરા વગરનું નથી કરવું .
પરમાર સાહેબે આ વાર્તા પેલા ગરીબ બાપને કહી ને કહ્યું કે મારો તો ઘડપણનો સહારો ગયો પણ સજા અપાવીને મારે બીજા બાપની ઘડપણની લાકડી ખોવા દેવી નથી .
         મિત્રો મારૂ લેખન કૌશલ્ય કદાચ આબેહૂબ ભાવચિત્ર ઊભું કરનાર નપણ  હોઇ  શકે, પણ એક બાપની લાગણી આપની સામે અત્રે  રજૂ કરવા પ્રયત્ન કયો છે. વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપતા ગુરૂજીઓને  વાસ્તવિક જીવનમાં પણ આવા મૂલ્યોને જોડીને જ્યારે વર્તન કરતા જ્યારે જોવાનો અવસર મળે છે ત્યારે ચોક્કસથી કહેવાઈ જાય,વાહ....... ગુરૂજી!!!!!!!!! 

                                 - સંકલન:- મૌલિક પટેલ

Post a Comment

0 Comments