Subscribe Us

Header Ads

“ શેરી પ્રયોગશાળા “

                                                      “ શેરી પ્રયોગશાળા “ 
આપણને થાય કે ‘ પ્રયોગશાળા તો શાળાનો વિષય છે.મહદઅંશે શાળાના એક ઓરડામાં બંધ રહેતી વાત શેરી કે મહોલ્લામાં કઈ રીતે હોય શકે,!!!! ”તો આજે તમને એક એવા ગુરૂજી સાથે મળાવવા જઈ રહ્યો છુ જેમનું કાર્ય ભરીરથ રાજા કરતાં ઓછું નથી. 
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલ ધોળકડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરતાં ધવલભાઈ પોપટભાઈ પટેલ, પોતાની શાળામાં અવનવા શૈક્ષણિક પ્રયોગો દ્વારા બાળકો,શિક્ષકો તેમજ ગામલોકોના પ્રિય થયા છે.
શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 6 થી 8 ના બાળકો માટે વિજ્ઞાનના પ્રયોગો દરેક શાળામાં થતાં હોય છે. બાળકોને એક વખત પ્રયોગનું ડેમોસ્ટ્રેશન કરાવીને ગુરૂજીઓ સંતોષ માનતા હોય છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે,” માત્ર એક વખત પ્રયોગ જોવાથી બાળકોને સમાજ પડી જાય એવું હોતું નથી “.ધવલભાઈએ બજારમાથી સ્વખર્ચે નાની એલ્યુમિનિયમ તથા પ્લાસ્ટીકની પેટીઓ લાવ્યા (આવી બેગ આપણે શાળામાં લઈ જતાં હતા )ત્યારબાદ દરેક પેટીમાં અંદરની બાજુ થર્મોકોલનું કોટીંગ કરવામાં આવ્યું.હવે દરેક પેટીમાં જુદાજુદા પ્રયોગના સાધનો મૂકવામાં આવ્યા. આ પેટીમાં જેતે પ્રયોગના સાધનાના નામ,તેના વડે થતાં પ્રયોગ,પ્રયોગની પધ્ધતિ વગેરેની વિગત દર્શાવતુ લિટરેચર વાળીને કવરમાં પેક કરીને સાથે જ મૂકવામાં આવ્યું. શાળાના જેતે મહોલ્લામાં રહેતા બાળકો પોતાના મહોલ્લાની વહેચણી મુજબની પેટી લઈ જતાં .એક અઠવાડીયા સુધી આ પેટી તે મહોલ્લામાં રહે છે.સાંજે જમ્યા પછી દરેક મહોલ્લામાં ચોક્કસ નક્કી કરેલ જગ્યા પર બાળકો મળે છે અને પેટીમાં રહેલા પ્રયોગો કરે છે. આપ એ પણ માનશો કે એક જ શેરી કે મહોલ્લામાં એક જ ધોરણના બાળકો ભણતા હોતા નથી પરંતુ તમામ ધોરણના બાળકો જોડાય છે. જેથી પ્રાથમિક વિભાગનના બાળકો પણ ધોરણ 6 થી 8 ના પ્રયોગો કરી શકે છે .ક્યારેક મોટી ઉમરના વિધ્યાર્થીઓ પણ જોડાતા હોય છે જેઓ ‘પિયરગૃપ લર્નિંગથી ‘ બાળકોને સમજાવતા જોવા મળે છે.
શિક્ષકે દરેક પેટીમાં પ્રયોગના સાધનો કેમીકલ તથા પ્રયોગની ટૂંકી રીત પણ લખેલ છે આના કારણે બાળકો અસંખ્ય વખત પ્રાયોગિક કાર્યનું પુનરાવર્તન કરે છે .,અને વારંવાર કરેલ મહાવરાથી તેમનું જ્ઞાન ચિરસ્થાયી થઈ જાય છે.
મિત્રો, બાળકોમાં રહેલ વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ કરીને તેમને વિજ્ઞાન વિષયમાં વાળવા માટે ધવલભાઈએ કરેલ કાર્યના વિષે જ્યારે જાણવા મળ્યું.ત્યારે ચોક્કસથી કહેવાઈ જાય, વાહ..... ગુરૂજી!!!!!!!!!!!
                                                                                                               - સંકલન: મૌલિક પટેલ

Post a Comment

0 Comments