Subscribe Us

Header Ads

શ્રમયજ્ઞ

'શ્રમયજ્ઞ'

       ગત સપ્તાહે મેં 'આશરો' નામનો સાપ્તાહિક લેખ આપની સામે વ્યક્ત કર્યો  હતો.જેમાં વૃક્ષપ્રેમી શિક્ષક શ્રી દિલીપભાઈ શાળા સમય બાદ પોતાની નોકરીના ગામને હરિયાળું કરી રહયા છે તે વાત જણાવી હતી.આ લેખ લખતી વખતે એટલો તો આ શિક્ષકમય બની ગયો કે સતત એક અઠવાડિયા સુધી તેમનું ચિંતન મનમાંથી દૂર ન થયું.
     અમારા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બાબુભાઇ ચૌધરી સાહેબ પણ વૃક્ષ પ્રેમી છે.સતત વધુ વૃક્ષ વાવવા અને તેમનું જતન કરવું તેની વાત તેઓ કરતા હોય છે.સાહેબ દ્વારા અમારા પાટણ તાલુકાના બી.આર.સી.ભવનને પોતાના સ્વખર્ચે હરિયાળું બનાવેલ છે.ગઈ કાલે અમારા બી.આર.સી.શ્રી તુષારભાઈ ઓઝાએ બી.આર.સી.ભવનના બગીચામાં શ્રમદાન કરવાની વાત કરી તો મનમાં  અગાઉ લખેલ લેખમા જણાવેલ દિલીપભાઈનું પાત્ર  જીવંત થઈ ગયું.
રવિવારનો દિવસ અમે સૌ સીઆરસી મિત્રો તથા બીઆરસી પાટણ પરિવાર શ્રમયજ્ઞ કરવા માટે બી.આર.સી.ભવન પાટણના બગીચામાં પહોંચીને શ્રમયજ્ઞ કર્યો.
   જન ચેતના સાથે તરૂચેતનાનું સંયોજન થાય ત્યારે અવર્ણીત શાંતિનો અનુભવ થાય છે જે આજે અમે સૌએ કર્યો.દર રવિવારે આ રીતેજ મળીશું તેવો સંકલ્પ સાથે રાજીપો પણ વ્યક્ત કર્યો.ખૂબ ટૂંકા સમયગાળામાં અમારું બી.આર.સી.ભવન હરિયાળું બની ગયેલ છે.
       આપને અત્રે આ વાત પણ જણાવું કે  પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના જાગૃત અને ઉત્સાહી ટીમ બીઆરસી દ્વારા પોતાના જ ભવનમાં 'બોટનીકલ ગાર્ડન' બનાવેલ છે .કાશમીરથી લઈ કન્યાકુમારી સુધી અને કચ્છથી લઈ ગૌહાટી સુધીના વિસ્તારમાં થતી વનસ્પતિનું દુલર્ભ ગાર્ડન તેમણે સૌએ બનાવેલ છે.ગૌરવની વાત તો એ છે કે સાયન્સ કોલેજમાં દર વર્ષે યોજાતી બોટનીકલ ટૂરમાં આ રાણાવાવના બીઆરસી ભવનને પણ મહત્વના ઇકોટુર પોઇન્ટ તરીકે સામેલ કરવામાં આવે છે.
        રચનાત્મક વિચારવાળું એક વ્યક્તિત્વ જો આપણી પાસે હાજર હોય તો કેવું પરિવર્તન આવી શકે છે તે જાતે નિહાળવા આપ પણ આવી જગ્યાએ એજ્યુકેશનલ ટુરનું આયોજન કરી શકો છો.
                                             સંકલન:મૌલિક પટેલ.



Post a Comment

0 Comments