Subscribe Us

Header Ads

ધોરણ ૧ નાં બાળકો ધોરણ ૫ ની ગુજરાતીના પુસ્તકો ભૂલ વગર વાંચી શકે છે

જેમ મલ્ટીનેશનલ કંપની પોતાની પ્રોડક્ટ પર ગર્વ લેતી હોય તેમ શ્રેષ્ઠ  ગુરૂજીઓ પણ પોતાના દ્વારા તૈયાર થયેલ બાળકોનાં કારણે મનોમન ગર્વ લેતા હોય છે
       પ્રાથમિક કેળવણીના પ્રવાસ દરમિયાન કોઈ બાળક કોઈ ઘટના કે સંજોગોના કારણે તેની સાથે અભ્યાસ કરતા અન્ય બાળકો કરતાં પાછળ રહી ગયેલ હોય તેવા પ્રિય બાળકો માટે હાલમાં  ‘મિશન વિદ્યા’ અમલમાં  છે.મિશનમાં કોઈ ચોક્કસ પરિણામ પ્રાપ્ત કરવાનું ધ્યેય રહેલ હોય છે.
      આપણને થાય કે કોઈ બાળક મોટું  થયા પછી પણ સાક્ષરી વિષયોમાં કચાશ ધરાવતું હોય ? આવું  બાળક અન્ય બાળક સાથે કઈ રીતે અભ્યાસ કરતુ હશે ? અરે,જરા એ બાળક બની વિચારી તો જુઓ એ  કેટલું બધું અનુકુલન સાધતું હશે !!!!!!!............. આપણને પણ આવો અનુભવ ક્યારેક થાય છે કે ,તાલીમ વર્ગમાં જો આખો વર્ગની સમાજ સ્પષ્ટ હોય અને આપણે હજુ કોઈ મુદ્દો બરાબર સમજી શકતા ન હોઈએ ત્યારે  આપણે કેટલા નર્વસ હોઈએ છીએ !!!! આ પીડા અસહ્ય હોય છે .તો વિચારો વર્ગમાં રહેલાં આવા બાળકો પોતાના સ્વાભિમાન તથા સ્વીકારની અસ્સ્તિત્વ માટે કેટલું ઝઝુમતાં હશે.મિત્રો બાળકને કઈ રીતે શીખવવું તે પણ કળા છે.”Art of Teaching”.આજે એક એવા ગુરૂજી વિષે વાત કરવી છે જેમણે આ કળા હસ્તગત કરેલ છે.
    પાટણ જીલ્લાનાં સરસ્વતી તાલુકામાં આવેલ ભૂતીયાવાસણા પ્રાથમિક શાળાનું સૌભાગ્ય એટલે ઉગરીબેન.મેં જીલ્લામાં ઘણા શિક્ષકો પાસેથી આ ઉગરીબેન વિષે સાંભળેલું ,અને મનમાં બરાબરની ઈચ્છા પણ હતી કે બેનના વર્ગમાં જઈને શીખું કે આવાં પ્રિય બાળક કઈ રીતે શીખે છે.હું ઉગરીબેનના વર્ગમાં ગયો તો ધોરણ 1 નાં બાળકોની વચ્ચે બેન ઓતપ્રોત હતા.બેનનાં વર્ગમાં ૨૮ બાળકો ધોરણ 1 નાં છે તમામ બાળકો સાદા મૂળાક્ષારોથી બનતા  શબ્દો,વાક્યો સરસ રીતે યોગ્ય ઉચ્ચાર સાથે લયબધ્ધતાથી ઉચ્ચારી શકે છે. હજુ તો ધોરણ ૧નાં બાળકો માટે શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ ચાલે છે ત્યાં તો દરેક બાળક પોતાની પ્રવૃત્તિમાં મશગૂલ છે. બેન દરરોજ વર્ગના બાળકો માટે દરરોજ ફળો તથા બિસ્કીટ જેવી વસ્તુઓ લાવે છે.પોતાના ઘરમા આવેલ પત્રિકાઓનાં પાછળના પાન પર તેઓ  મૂળાક્ષર  કાર્ડ,શબ્દ કાર્ડ,વાક્ય કાર્ડ,શબ્દ પટ્ટી બનાવી છે.અરે ઝેરોક્ષ વાળાના ત્યાંથી એક બાજુએ બગડી ગયેલ કાગળની  બીજી બાજુ પર ચિત્રો દોરી રંગ પૂરણી જેવી તો ઘણી બાબતો તે કરાવે છે.મારો પ્રશ્ન હતો :”બેન સ્લો લર્નર બાળકોને કઈ રીતે શીખવો છો ?” બેનનો જવાબ આ પ્રમાણેનો હતો કે અત્યારે વરસાદની ઋતુ છે. શાળાના મેદાનની જમીન ભીની હોય છે.હું આવા બાળકોને મેદાનમાં લઇ જાઉં છું અને પછી આડી,ઉભી,ત્રાંસી,લીટીઓ દોરાવું  છુ,પછી જમીન પર જ મૂળાક્ષરનાં વળાંકો  શીખવું છું.ગામના જાહેર બોર્ડ પરનાં મોટા અક્ષરોમાં રહેલા મૂળાક્ષર ઓળખાતા શીખવું છું” .
      મિત્રો બેનની પાસે રહેલા ગયા વર્ષનાં  ધોરણ ૧ નાં બાળકો ધોરણ ૫ ની ગુજરાતીના પુસ્તકો ભૂલ વગર વાંચી શકે છે. અરે ધોરણ ૧પૂર્ણ થયા બાદ આખા વર્ગમાં એક પણ એવું બાળક જોવા મળતું નથી કે જેને ધોરણ ૩નુ અંગ્રેજી ન આવડતું હોય!!!!!!!!!!!!!
  આપણી આસપાસ એવા કેટલાયે ‘ઉગરીબેન’ જેવા શિક્ષકો છે જે પોતાના કર્મને જ ધર્મ ગણી પોતાનું કામ કરે છે.અને “જેમ કોઈ કંપની પોતાની પ્રોડક્ટ પર ગર્વ લેતી હોય તેમ આવા ગુરૂજીઓ પણ પોતાના દ્વારા તૈયાર થયેલ બાળકોનાં કારણે મનોમન ગર્વ લેતા હોય છે”.ખરેખર ઉગારીબેન જેવા ગુરૂજીઓ વિષે જ્યારે સાંભળવા કે જાણવા મળે છે ત્યારે ચોક્કસથી જ કહેવાઈ જાય છે. વાહ........ ગુરૂજી!!!!!!!!!!!!!!
                                                                                         સંકલન:- મૌલિક પટેલ  

Post a Comment

0 Comments