Subscribe Us

Header Ads

એક એવી સરકારી શાળા જેનો પાઠ્યક્રમ દરરોજ બદલાય છે.


                    એક એવી સરકારી શાળા જેનો પાઠ્યક્રમ દરરોજ બદલાય છે.
        આજના આ ગ્લોબલ એજ્યુકેશન વર્લ્ડમાં દુનિયામાં શિક્ષણ આપવાની પધ્ધતિઓ  દરેક ક્ષણે બદલાઇ રહી છે.આજની પ્રત્યેક નવી શોધ આવતી કાલે ભૂતકાળ બની જાય છે.આવા સમયમાં  સતત નવું શિખતા રહેવું તથા સતત નવતર પ્રયોગો દ્વારા નવા આયામો સર કરતા રહેવું જરૂરી છે.પ્રાથમિક શિક્ષણમાં પણ શિક્ષકો નિત્ય નવી પ્રવ્રુત્તિઓ તથા પ્રવિધિઓ દ્વારા પોતાના વિધ્યાર્થીઓને સતત નવું જ્ઞાન પીરસી રહ્યા છે. આવા જ એક ગુરૂજી જે પાટણ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળા રેંચવીમા કાર્ય કરતા હતા. આજે  તેમના શૈક્ષણિક પ્રયોગ વિષે જાણીએ.
       પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં રેંચવી પ્રાથમિક શાળા આવેલી છે. અહીં થોડા સમય અગાઉ સંદિપભાઇ ચૌધરી ભાષા શિક્ષક તરીકે બદલી શિક્ષક તરીકે શાળામાં જોડાય છે.સંદિપભાઇ બાળકોને સહજતાથી કઇ રીતે નવું શિખવી શકાય તેવી કોઠાસૂઝ ધરાવતા હતા. સંદિપભાઇએ શાળામાં બાળકોને પાઠ્યક્રમ કરતાં  અન્ય સહ અભ્યાસ પ્રવ્રુતિઓમાં વધારે રસ દાખવતા જોયા. એમણે મનોમન નક્કી કર્યું કે અભ્યાસક્રમને શીખવવા માટે પાઠ્યક્રમ કે પાઠ્યપુસ્તક કરતા નવતર પધ્ધતિ વિકસાવવી જોઇએ જેથી બાળકો રસ પૂર્વક શીખી શકે.તેમણે દર શનિવારે શાળામાં  અલગ અલગ છાપાઓ,મેગેઝીન ,કવર સ્ટોરીઓ લાવવાનું શરૂ કર્યું.હવે શરૂ થાય છે શનિવારની અલગ શાળા .બાળકોને છાપાઓનું પાનું આપી દેવામાં આવે અને ચોક્કસ રમત પણ આપવામાં આવે જેમકે બોર્ડ પર લખેલ શબ્દના પર્યાય કે સમાનાર્થી શબ્દ છાપામાંથી શોધો.રમતો, કોયડાઓ,ગણિત ગમ્મત ,બાળલેખો.કાવ્યો, રંગપૂરણી, ટપકાં જોડો,મૂલ્યલક્ષી વાર્તાઓ વગેરે અરે એવુ તો કેટલુંયે જેની  આપણે કલ્પના પણ ન કરી શકીએ. જેમકે મારા પરિવાર વિષેની સમજ આપવા માટે છાપાઓમાં  આવતી બેસણાની જાહેરાતનો ઉપયોગ થાય કે પૌત્ર,પૌત્રી ,પૂત્રી,દૌહિત્ર,કાકા,નાના,મોસાળપક્ષ ,પિયરપક્ષ વગેરે. આવી તો ઘણી બાબતો બાળકો માત્ર છાપાઓના માધ્યમથી શિખી જાય છે.આપણને જાણીને નવાઇ લાગે કે શાળાના બાળકોએ છાપાની પસ્તીમાંથી દરેક બાળક અંગ્રેજીના સ્પેલિંગો પણ શીખે છે. આ માટે શિક્ષકે ડિક્ષનરીના સેટ  પણ વસાવ્યા  છે.જેનો ઉપયોગ કરી બાળકો જાતે ભાષાંતર કરતા થયા છે.વર્ગનો અભ્યાસક્રમ શિખવવા દરરોજ પાઠ્યક્રમ બદલાય છે.   
           હાલ તો આ શિક્ષક પોતાના વતન સાબરકાંઠા જિલ્લામાં બદલી કરાવીને ગયા છે. ત્યાં જઇને  પણ તેમણે આ પ્રયોગ ચાલુ રાખ્યો છે.બાળકોને જૂના છાપાઓમાંથી કન્ટેંટ શોધતા શીખવવું આમતો યુનિવર્સીટી કક્ષાનું કામ છે પણ એક પ્રાથમિક શિક્ષકની કોઠાસૂઝ્થી સરકારી શાળાના બાળકોએ  આ મોટી ઉપલબ્ધી સહજતાથી સીધ્ધ કરેલ  છે.ખાનગી શાળાઓની ફી વધારાની ભરમારો તથા યલો કલ્ચરની વચ્ચે જ્યારે સંદિપભાઇ જેવા શિક્ષકો વિષે જાણવા મળે છે ત્યારે ચોકસથી કહેવાનું મન થાય વાહ.... ગુરૂજી....!!!!!
                                                                  સંકલન :- મૌલિક પટેલ

Post a Comment

0 Comments