Subscribe Us

Header Ads


                                              પાંદડે પાણી
      લોકોને ઘણા પ્રકારના શોખ હોય છે.એમાંયે વ્રુક્ષો વાવવાનો શોખ હોવો તેની તો વાત જ નોખી હોય છે.અબોલ જીવ એટલે વ્રુક્ષ .વ્રુક્ષ એ ફક્ત આપવાનો ગુણધર્મ ધરાવે છે.કોઈની અપેક્ષા નહિ.કોઈ પાસે કાંઈ યાચના નહિ.
     એક મિત્રને મળવાનું થયું ત્યારે તેઓ  તેમના નાના બગીચામાં છોડવાઓને પાણી સીંચતા હતા.ખૂબ આનંદથી તેમનું કાર્ય ચાલતું હતું.મારું ધ્યાન તેમની પ્રવૃત્તિ પર ચોટેલું હતું.ત્યાં મેં જોયું તો તેઓ વ્રુક્ષોનાં પાંદડા પર પાણી રેડતા અને તેમને સાફ કરતા હતા.તેઓ માત્ર તેના ચકચકિત પાંદડાથી ખૂશ હતા.વાસ્તવમાં વ્રુક્ષ જે જમીન પર જકડાયેલ હતું તે ભાગ સુધી પાણી પહોચતુ  નહતું.
         મારૂ   મન વિચારે ચડી ગયું કે છોડનો વિકાસ થવા માટે પાણી મૂળને અપાય,પાંદડાને નહિ.હા એ વાત સાચી છેકે પાંદડાથી વ્રુક્ષ સારું લાગે પણ પાંદડાને પાણી પાવાથી વ્રુક્ષનું પોષણ ન થાય .જીવનમાં પણ આવું છે જમીન સાથે જકડાયેલ લોકો સાથે કરેલ સિંચનથી વ્રુક્ષનો વિકાસ થાય પણ આપણેતો મૂળનું પાણી પાંદડા  સાફ કરવામાં વેડફી દઈએ છીએ.આપણું મૂળ એટલે આપણા વર્ગના બાળકો તેઓનું સિંચન થશે તો અન્ય ને ખૂશ કરવાની જરૂર પડશે નહિ.
                                                                  - મૌલિક પટેલ


Post a Comment

0 Comments