Subscribe Us

Header Ads

સામાન્ય બળનો ભીમ !!!!!

 

                   સામાન્ય બળનો ભીમ !!!!!

             એક વખત ભીમના મનમાં સંશય થયો .તેને થયુ કે મારા જેવો બળવાન આ સમસ્ત જગતમાં કોઇ નથી.હુ ગમે તેવી પ્રતિકુળતાઓનો સામનો કરી વિજયી બની  શકુ તેમ છું. આમ વિચારી તે મનમાં ગુરુતાગ્રંથીના વિચારો વાગોળતો જંગલમાં અલમસ્ત થઈ ને જતો હતો. એટલામાં  એક સામાન્ય કક્ષાનો કહી શકાય તેવા શરીર તથા દેખાવવાળો વ્યક્તિ રસ્તામાં સૂતેલ હતો. ભીમે તોછડાઇથી તેને રસ્તામાંથી ખસી જવા કહ્યું. પણ પેલા પર તો જાણે કોઇ અસર જ થઇ ન  હોય એવું જણાયું. ત્યાર બાદ ભીમે તેને પાટું માર્યું તો પણ તેને અસર ન થઇ. ભીમ હવે વધારે ક્રોધે ભરાયો તેણે તેના પર મોટી પથ્થરની શીલા નાંખી, પેલાએ હાથથી દૂર કરી દીધી. હવે ભીમ ક્રોધથી લાલઘુમ થઇ ગયો.તેનું શરીર ક્રોધાવેશમાં ધમણની જેમ હાંફવા લાગ્યું. તેણે સમગ્ર બળ વાપરી બાજુમાં રહેલ પર્વત પેલા સામાન્ય માણસ પર ફેંક્યો તો પેલાએ માત્ર ફૂંકથી એ પર્વત ચકનાચૂર કરી નાખ્યો અને કહ્યું:” કાંકરીચાળો કરવાનું રહેવા દે!!!” ત્યારબાદ ભીમની તે પાછળ મારવા માટે દોડવા લાગ્યો. ભીમ આવા બળિયા પૂરૂષથી જીવ બચાવવા માટે દોડવા લાગ્યો. એટલામાં ભીમે એક વ્યક્તિ જોયો જેના બંન્ને હાથનાં કાંડાં કપાયેલ હતાં.ભીમ તેની પાછળ સંતાઇ ગયો. પેલો સામાન્ય માણસ પણ ભીમને શોધવા જેવો નજીક આવ્યો તે જ વખતે કાંડા  વગરના વ્યક્તિએ તેને પોતાની બાહુમાં દબોચી લિધો.હવે પેલો સામાન્ય માણસ કરગવવા લાગ્યો અને જીવ બક્ષવા આજીજી કરવા લાગ્યો. ભીમ આ બધુ જોઇ રહ્યો હતો તે વિચારવા લાગ્યો કે આ માણસ પાસે હાથ નથી છતાં તેણે પેલાને દબોચી રાખ્યો છે, ખરેખર આનાથી કોઇ બળિયો હોઇ જ ન શકે.પેલાએ સામાન્ય માણસને જીવતદાન આપ્યું. હવે ભીમે કાંડા વગરના વ્યક્તિને પોતાનો પરિચય આપવા તથા આવી દશા કોણે કરી તે જણાવવા કહ્યું. પેલાએ કહ્યું કે મારી આવી દશા પાંડવોએ કરી છે.અર્જુનના બાણોએ મારા હાથના કાંડા કાપી દીધા છે . જો એ પાંચ ભાઇઓમાંથી કોઇ એક પણ મારા હાથમાં આવી જાય તો હું એને મસળી નાખું અને મારો બદલો લઇ શકુ. હવે પેલાએ ભીમનો પરિચય માંગ્યો તો ભીમે પોતે એક સામાન્ય તથા નિર્બળ માનવ છે એમ કહી પોતાનો ટુંકમાં પરિચય આપી જીવ બચાવવા માટે દોડી ગયો.

    મધુસુદન તથા રૂક્ષ્મણી પોતાની દૂરદર્શિતાથી આ સમગ્ર ઘટના જોઈ રહ્યા હતા.દેવીએ ભગવાનને કહ્યું કે ,”ભગવંત આ લીલા પણ આપની જ હશે”.મધુસુદન શ્રી ભગવંતે માત્ર શ્રી મુખ મલકાવ્યું . “ક્યારેક વધુ પડતી ગુરૂતાગ્રંથી પણ માણસને અતિ સામાન્ય તથા હીન કક્ષાનો બનાવી શકે છે.”

                        સંકલન :મૌલિક પટેલ,( શ્રી હિતેશભાઈ બારોટ સાથે થયેલ સંવાદમાંથી સાભાર)

Post a Comment

2 Comments

  1. You have written very well here. We read here. like you i have also written interior designer in ahmedabad with price

    ReplyDelete
  2. You have written very well here. We read here. like you i have also written Flowers name in Hindi

    ReplyDelete