Subscribe Us

Header Ads

મીઠી વાવડી નો પરિચય

 મીઠી વાવડી નો પરિચય  

મીઠીવાવડી ગામ એ પાટણ શહેરથી દક્ષિણ દિશા બાજુ ચાણસ્મા શહેર જવાના માર્ગ પર પાટણથી 13 કિ.મી. અંતરે રાજ્ય ધોરી માર્ગ નમ્બર 7 પર  23.760 O 72.130 અક્ષાંસ - રેખાંશ પર આવેલ છે. .

 ગામનુ તોરણ આહિર સમુદાયે બાંધ્યા હોવાની લોકવાયકા છે. ગુજરાતમાં સોલંકી વશનુ રાજ્ય હતું ત્યારે રાજ્યનું પાટનગર પાટણ હતું. એ વખતે ગુજરાતની ખમતીધર પ્રજા વિદેશ વ્યાઆર માટે દરિયા પર આધારીત હતી.દરિયાકાઠાની ખાડી પર આવેલ ખંભાત શહેર એ વ્યાપાર માટેનુ ગેટ- વે હતું. મીઠીવાવડી ગામ એ પાટણ-ખંભાત રાજમાર્ગ પર વસેલ સ્થળ હતું.

વર્ષો પહેલાં વેપાર કરવાનો પરવાનો વણઝારા કોમ પાસે હોવાનું અનુમાન છે. આ વસાહત પોતાની સાથે પશુઓ જેવાકે ઉંટની પીઠ પર માલસામાન લાદી વેપાર કરતી હતી. પશુઓ તથા લોકો માટે પીવાના તથા વપરાશી પાણી માટે એમણે અનેક જગ્યાએ  રાજમાર્ગો પર કૂવા તથા વાવ (step well) નું નિર્માણ કરાવેલ હતું. આ વિસ્તારમાં પણ તેમણે એક કૂવો તથા વાવ નું નિર્માણ કરાવેલ હતું. આ કૂવાનું પાણી ખૂબ જ મીઠું હોવાના કારણે આ વિસ્તારનું નામ રાજસ્થાની ભાષામાં” મીઠી બાવડી” એવું પાડવામાં આવ્યું જે કાળક્રમે અપભ્રંશ થઈ ‘મીઠીવાવડી’  થયું.આજનું ગામમાં આવેલ મહાદેવના મંદિર પાસે વાવ હોવાના ઐતિહાસિક તથ્યો છે. તથા મીઠા પાણીનો કૂવો આજે પણ હયાત છે.અને અત્યારે પણ સમસ્ત ગામના લોકો આ જ મીઠા પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે.  

પાણીની સગવડ તથા રાજમાર્ગ પર નિર્જન જગ્યા હોવાના કારણે ક્ષત્રિય ઠાકોર સમુદાય તથા આહિર લોકોએ આ જગ્યા રહેણાંકના વિસ્તાર તરીકે પસંદ કરી. જૂના સમયમાં વસાહતની રક્ષા કરવા દેવી દેવતાની સ્થાપના કરવાનું અનુમાન છે. જેથી આ ગામની રક્ષા કરવા માટે વરખડીના ઝાડ નીચે  ગ્રામદેવી શ્રી સિધ્ધેશ્વરી માતાનું મંદિર બનાવી  પ્રતિષ્ઠા કરવામાં આવી.

ગાયકવાડી સરકાર વખતે ગામમાં કણજીભાઇ રાજપૂત નામના દરબાર પાસે ગામની જાગીરદારી હતી.તેઓની પ્રતિષ્ઠા સયાજીરાવના દરબારમાં ખૂબ સારી હતી. તેમની વિનંતીના કારણે ગાયકવાડ સરકારે આશરે 84 વિઘા જેટલા વિસ્તારમાં ગામમાં ગોંદરાની નજીકમાં વિશાળ તળાવનું નિર્માણકાર્ય  કરાવી આ વિસ્તારને ખેતીથી હર્યોભર્યો બનાવ્યો. આજે પણ કણજીભા વિશે અનેક લોકવાયકાઓ ગામમાં પ્રચલિત છે.

ગામમાં હરસિધ્ધમાતાનું મંદિર ,ખોડિયાર ,ફૂલબાઇ,હનુમાનજી ,રામજી મંદિર ,વૈજનાથ મહાદેવ,ગોગામહારાજ જેવા તિર્થસ્થળો આવેલ છે.

ગાયકવાડ સરકારે ફરજીયાત શિક્ષણ અમલમાં મૂકતાં ગામમાં જૂની શાળામાં ઓરડાઓ બાંધવામાં આવ્યા. જોકે ગામના મહાદેવ મંદિરના મહારાજ આયુર્વેદ તથા ગણિત વિષયના નિષ્ણાત હતા તેઓએ મહાદેવના મદિરમાં સૌપ્રથમ શાળાની શરૂઆત કરી હતી. યત્યારબાદ રામજી મંદિરના પૂજારી તથા ગામમાં કેળવણીની ક્રાંતિ લાવનાર શ્રી સુંદરલાલ પૂરાણી હતા. જેઓ પાટણના વતની હતા અને ગામમાં રામજી મંદિરની પૂજા કરતા હતા. તેઓ ગામના યુવાનોને પોતાના ઘેર રાખીને પણ અભ્યાસ કરાવતા હતા.આ ઉપરાંત મણુંદ ગામના વતની એવા હરગોવનભાઇ બબલદાસ પટેલના જ્ઞાનયજ્ઞની આહુતી દ્વારા આજે ગામમાં દરેક ઘરમાં એક સરકારી કર્મચારી છે.

ગામની સૌથી અગત્યની ઓળખ એ ગામનું સંપ છે .ગામમાં અલગ અલગ જાતિઓ તથા જ્ઞાતિઓ વસવાટ કરે છે તેમ છતાં તેઓ ભાઇચારાથી પ્રેમપૂર્વક વસવાટ કરે છે. આઝાદીના આટલાં વર્ષો બાદ પણ આ ગામમાં સરપંચશ્રી ની ચુંટણી થયેલ નથી.સમસ્ત ગામના તમામ જ્ઞાતિ સમરસ પધ્ધતિથી  ગામના સરપંચની નિમણુક કરે છે.

Post a Comment

1 Comments

  1. BONUS CASH CLUB AT MEXICO - JM Hub
    The 순천 출장마사지 BONUS CASINO is located in Marla-Romagna in Marla-Romagna, the region 양산 출장안마 in 의왕 출장마사지 the 제천 출장샵 country where the casino's 평택 출장마사지 main attraction is the casino.

    ReplyDelete