Subscribe Us

Header Ads

સમસ્યા કોની !!!!!!!!!!!!!1

<!--[if !mso]> <![endif]
-->
સમસ્યા કોની !!!!!!!!!!!!!!
એક ભાઇના ઘરમાં એક સમસ્યા થઇ .સમસ્યા એવી હતી કે તેની પત્ની કેટલાક સમયથી બહેરી થઇ ગઇ .તે શહેરના સારા ડોક્ટરની પાસે જાય છે .ડોક્ટરને જણાવે છે કે : સાહેબ, મારી પત્ની કેટલાક સમયથી બહેરી થઇ ગઇ છે .ક્રુપા કરી મને કંઇક દવા આપો.
ડોક્ટર કહે છે : પણ તમારે તમારી પત્નીને સાથે લઇને આવવું જોઇએને ,હું પેશન્ટને જોયા વગર કઇ રીતે દવા કરી શકું ?
પેલા ભાઇ એ ડોક્ટરને કહ્યું કે : સાહેબ તે આવી શકશે નહીં તમે કહો તે પ્રમાણે હું કરીશ પણ મને દવા આપો. ડોક્ટરે બહેરાશ જાણવાની એક રીત શીખવી .પેલા ભાઇએ ઘરે જઇને દરવાજા આગળથી જોરથી બૂમ પાડી કે આજે જમવામાં શું બનાવ્યું છે ? પત્નીએ જવાબ આપ્યો નહી. થોડા નજીક આવીને ફરીથી એ જ પ્રશ્ન પૂછ્યો ,ફરી પાછો કંઇ જવાબ મળ્યો નહી .ત્રીજી વખત ખૂબ નજીક જઇને એ જ પ્રશ્ન પૂછ્યો તો ચીડાઇ ને તેની પત્નીએ કહ્યું કે બે વખત તો કહ્યું કે બાજરી નો રોટલો અને દાળ બનાવી છે. સમસ્યા કોનામાં હતી ? પતિમાં કે પત્નીમાં ?
ક્યાંક વર્ગખંડમાં પણ આવું વાતાવરણ તો નથી હોતું ને કે તકલિફ શિક્ષકના સમજાવવામાં હોય અને બાળક દંડાઇ જાય.સમસ્યા આપણામાં હોય અને ઇલાજ બીજાનો કરતા હોઇએ .!!!!!!! !!!!!!!!!!
<![if !vml]>""Description:"<![endif]>
-->-->

Post a Comment

0 Comments