Subscribe Us

Header Ads

એસ.એસ.એ. પાટણની સફળતા

સર્વ શિક્ષા અભિયાન દ્વારા માત્ર બાળકોના અભ્યાસ પૂરતું નહીં પણ માનવિય સંવેદનાથી પણ કાર્ય કરવામાં આવી રહ્યા છે તેનો પૂરાવો  રજૂ કરતો એક પ્રસંગ અહીં રજૂ કરવામાં આવ્યો છે.
 પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ ઝંડાલા ગામમાં એસ.એસ.એ.દ્વારા નિમાયેલ બી.આર.પી.મિત્રો અને ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોના માનવિય પ્રયત્નોના કારણે એક કુમળી વયના ફૂલના (બાળકનું) જીવનમાં અજવાળું પથરાઇ ગયું.


અહીં ઇમેજમાં દર્શાવેલ બાળકના હાથમાં રહેલી ખોડને દૂર કરવા તેના વાલીએ ઘણા પ્રયત્નો કર્યા.પણ કોઇ ડોક્ટર આ બાળકની ખોડ દૂર ન કરી શક્યા. એ સમય ગાળા દરમિયાન એસ.એસ.એ-પાટણના બી.આર.પી. પોતાની આ ગામની મુલાકાત દરમિયાન આ બાળકના વાલિને મળીને બાળક માટે થયેલ પ્રયત્નોની વિગતો મેળવે છે. બાળક માટે અમદાવાદ ફાઉંડેશન સંસ્થામાં સારવાર કરાવવા માટે વાલિને સમજાવવામાં આવે છે. ફાઉંડેશન સંસ્થા એ આ બાળકના ઇલાજ માટે અમેરીકાથી ડોક્ટરોની ટીમ મુલાકાત લઇ  રહી હતી તે સમયે સર્જરી કરાવી અને સર્જરી સો ટકા સફળ  .આજે આ બાળક ની ખોડ હંમેશના માટે દૂર થઇ ગઇ.
આ બાળકના વાલિના મોઢા પરનો સંતોષ તથા ક્રુતજ્ઞતાનો ભાવ એસ.એસ.એ.પાટણની ટીમ,રીસોર્સ ટીચર તથા શાળાના શિક્ષકો માટે સ્પષ્ટ જોઇ શકાય છે.
હવે કહેવાની જરૂર નથી કે મારી પ્રાથમિક શાળાનો શિક્ષક શાળામાં ખરા અર્થમાં ' મા-સ્તર'

Post a Comment

0 Comments