-->
ખરેખર આ તબક્કે
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી સાહેબનો આભાર માનુ છુ કે જેમના થકી મને આ શાળાની આવી ઉમદા નાવિન્યતાસભર પ્રવ્રુત્તીઓ જોવાનો અવસર
મળ્યો
પાટણ જિલ્લાના
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી સાહેબશ્રી પી.એ. જલુ સાહેબની દીર્ઘદ્રષ્ટી તથા આગવી
સૂઝના કારણે પાટણ જિલ્લાની તમામ પ્રાથમિકશાળાઓમા હિસાબી માર્ગદર્શન પખવાડિયાનુ
આયોજન કરવામા આવેલ હતુ . આ કાર્યક્રમમા રાધનપુર તાલુકાની શાળાઓની મુલાકાત લેવાનુ
સૌભાગ્ય પ્રાપ્ત થયુ.
ખરેખર રાધનપુર
તાલુકાની જે શાળાઓની મુલાકાત લીધી તેમા સુરકા પ્રાથમિક શાળા,જોરાવરગંજ પ્રાથમિક
શાળા,વિરપુર પ્રાથમિક શાળા,ઇન્દ્રનગરપ્રાથમિક શાળા,અલ્હાબાદ પ્રાથમિક શાળાની
પ્રવ્રુતીઓ નિહાળી ખૂબજ આનન્દ થયો. આ શાળાઓના ફોટોગ્રાફ ઉપરથીજ આ શાળાની
મૂલ્યલક્ષી પ્રવ્રુત્તીઓનો ખ્યાલ આવી જાય છે.
સુરકા પ્રાથમિક
શાળાતો મારી સ્વપ્નની શાળા જેવી લાગે છે. અહી પ્રજ્ઞા અભીગમમા શિક્ષક દમ્પતી છે
તેઓ થકી તૈયાર થયેલ બાળકો ને જોઇને આ શિક્ષક દમ્પતી ઉઅપર અહોભાવની લાગણી થ ઇ આવે
છે. આ શાળા ખૂબજ ઉડાંણ વાળા વિસ્તારમા આવેલ છે પણ બાળકોમા પીરસાયેલ જ્ઞાન પણ ઊડાણ
વાળુ જણાઇ આવે છે. અહીના આચાર્યશ્રીએ એક નાવિન્યતા સભર પ્રવ્રુત્તી કરેલ છે શાળાના
એક વણ ઉપયોગના ખૂણાને વર્કશોપ નામ આપેલ છે. આ વર્કશોપમા જૂના રેડિયા,ટેપ તેમજ બગડેલ
યાંત્રીક સામગ્રી સાથે ડિસમીસ,ટેસ્ટર ,પાના વગેરેનો સેટ મૂકેલ છે બાળકો નવરાશના
સમયમા આ સાધનોની મદદથી રીપેરીંગ કામ કરતા જોવા મળે છે.
0 Comments