Subscribe Us

Header Ads

ઇંજણ .....!!


                            ઇંજણ .....!!
   થોડા સમય અગાઉ  મિત્રની સાથે તેના કારખાનામાં જવાનું થયું. રજાનો સમય પણ હતો આથી તેની મશિનરી તથા કાર્યદક્ષાતા  વિશે ઉંડાણથી સમજવાનો અવસર મળ્યો. વાત વાતમાં જાણવા મળ્યું કે દર બુધવારે કારખાનાનું કામ બંધ રાખવામાં આવે છે. એક દિવસ બધા કારીગરોને અને મશિનને આરામ આપવામાં આવે છે. એને ઓફ ડે પણ કહેવામાં આવે છે. આ ઓફ ડેમાં બધાને રજા હોય પણ કારખાનાના માલિકને રજા હોતી નથી. બધાને જ્યારે રજા હોય અને રેગ્યુલર કામ બંધ હોય ત્યારે નવા જ પ્રકારનું કાર્ય મશિનો પર શરૂ થતું હોય છે. જે ઉત્પાદન  કરતું ન હોવા છતાં ખૂબ અગત્યનું હોય છે. આ રજા ના દિવસે માલિક કેટલાક અન્ય કારીગરોની મદદથી પોતાના કારખાનાનાં મશીનોને ઇંજણ ઇંજવાનું કામ (ઓઇલિંગ,ગ્રીસીંગ) કરે છે. આનો ફાયદો આખું અઠવાડિયું યંત્રોંની કાર્યદક્ષતા પર પડે છે અને ઉત્પાદન વધે છે અથવા જળવાઇ રહે છે.
    હવે જો માલિક રજાના માહોલને પોતે પણ માણવા લાગે અને યંત્રોને ઓઇલિંગ કરવાનું કાર્ય જ ન કરે તો દિવસે ને દિવસે તેના યંત્રોની કામ કરવાની ક્ષમતા ઘટતી જશે. અને એક વખત આ યંત્ર ખરાબ થઇ ભંગારમાં મોકલવું પડ્શે. આ વીક ઓફ ડેમાં  યંત્રોમાં કોઇ ખામી આવેલ હોય તો તે જાણી તેનું ઇંસ્પેક્શન કરી તેની ખામી દૂર કરવાનું કામ માટે હોય છે.
  આ મિત્રનો આ જ સિધ્ધાંત આપણા વ્યવહારીક તેમજ વ્યવસાયીક જીવનને પણ લાગું પડતો હોય છે.”વિચારોને ઇંજણ આપવા માટે રોકાવવું એ સ્થિરતા નથી” પણ ભવિષ્યમાં કાર્યક્ષમતા જળવાઇ રહે તે માટેનું ગ્રીસીંગવર્ક છે. એક વાર જો  આપણા વૈચારીક યંત્રો જ કાર્યદક્ષતા વાળા  હશે તો “શરૂઆત તો ગમે ત્યાંથી આપણે સારી જ કરી શકીશું”.
-     મૌલિક પટેલ   


Post a Comment

0 Comments