Subscribe Us

Header Ads

' ગણિત એટલે સત્ય અને વિજ્ઞાન એટલે તથ્ય'

' ગણિત એટલે સત્ય અને વિજ્ઞાન  એટલે તથ્ય'



































      કમલિવાડા તથા રણુંજ ક્લસ્ટરમાં આવેલી 13 શાળાઓના ગણિત- વિજ્ઞાન વિષયનું શિક્ષણકાર્ય કરાવતા શિક્ષકો સાથે તારીખ ૨૪/૦૧/૨૦૨૦ ને શુક્રવારનારોજ વિજ્ઞાન વિષય પર એક દિવસીય શૈક્ષણિક એક્સપોઝર આયોજન કરવામાં આવ્યું
      એક્સપોઝરની શરૂઆતમાં એશિયાના સૌથી મોટા ખરીદ-વેચાણ માર્કેટયાર્ડ ઉંઝાની મુલાકાત લેવામાં આવી.ક્લસ્ટરના ઉત્સાહી શિક્ષિકા અમિશાબેને તથા ઉંઝા માર્કેટયાર્ડના વાઇસચેરમેનશ્રી અને વહિવટી ટીમે માર્કેટયાર્ડની વહિવટી કાર્યાલયની મુલાકાત કરાવી તેની સમગ્ર પ્રક્રિયાનો ઝીણવટ્થી સમજવાનો અવસર પૂરોપાડ્યો.ત્યારબાદ મક્તુપુર ખાતે આયોજીત ‘રાજ્યકક્ષાના ઇન્સ્પાયર ફેર’ - “માનાંક”માં પ્રદર્શિત થયેલ રાજ્યની શ્રેષ્ઠ ક્રુતિઓને સમજવાનો તથા નાવિન્યપૂર્ણ તકનિકિ કૌશલ્યો,વર્તમાન સમસ્યાઓનો ઉકેલોને સમજવાનો અવસર મળ્યો.શિક્ષકોએ ખૂબ જ ઝીણવટ્થી માહિતી મેળવી. ઓનલાઇન માનાંકમાં પોતાની શાળાના નોમિનેશનમાં પડતી સમસ્યાઓના ઉકેલો પણ શોધ્યા.
       બપોર બાદના સેશનમાં સિધ્ધપુર તાલુકામાં આવેલી ગણિત અને વિજ્ઞાન વિષયનું શ્રેષ્ઠ કાર્ય કરતી ગણેશપુરા શાળાની એક્સપોઝર કરવામાં આવી.આ શાળાના ઉત્સાહી શિક્ષક શ્રીકપિલભાઇએ પોતાની શાળામાં વિજ્ઞાનની સુંદર ‘પ્રયોગશાળા કમ વર્કશોપ’ બનાવેલ છે.જેમાં નાનામોટા ઓજારો,વેસ્ટ વસ્તુઓની મદદથી વિજ્ઞાનના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ તમામ મોડેલોનું નિર્માણ શાળાના આજ વર્કશોપમાંકરેલ છે અને થાય છે. શાળાના બાળકો જ વિજ્ઞાનની ક્રુતિઓનુંનિર્માણ તેમજ  પ્રયોગો કરે છે. આ ઉપરાંત આ શાળાના શિક્ષક આટલી વ્યસ્તતા અને ગણિત-વિજ્ઞાન વિષયનો અભ્યાસક્રમની માસિક આયોજન મુજબ પૂર્ણ કરવા છતાં સાથે આટલી પ્રવ્રુત્તિઓ કેવી રીતે કરાવીને વિધ્યાર્થીને સંતોષ આપે છે!!!!!  તેમનું ડે ટુ ડે નું પ્લાનિંગ પણ મારા ક્લસ્ટરના શિક્ષકમિત્રો સાથે કર્યું.
ખરેખર ગણેશપુરા શાળાના ઉત્સાહિ આચાર્યશ્રી રશ્મિકાબેન અને તેમની ટીમના પ્રયત્નોના કારણે પાટણ જિલ્લામાં આ શાળાએ ગુણવત્તા બાબતે ખૂબજ ગૌરવભર્યુ સ્થાન પ્રાપ્ત કરેલ છે.આજુબાજુમાં આવેલ સરકારી તથા ખાનગી શાળાઓમાં કાર્ય કરતા શિક્ષકોના સંતાનો પણ આ શાળામાં પ્રવેશ મેળવવા રીતસરની લાઇન લગાવે છે.
આ તબક્કે આવી એક્સપોઝરનો લાભ અપાવવા બદલ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એ.ચૌધરી સાહેબ તથા ટીચર્સ ટ્રેનિંગ ઓફીસર(પ્લાન) શ્રી રાજેશભાઇ સાહેબનો ક્લસ્ટરના ગણિતવિજ્ઞાન મંડળ વતી  હ્રુદયથી આભાર માનીએ છીએ.
                                                           -સંકલન:મૌલિક પટેલ

Post a Comment

0 Comments