Subscribe Us

Header Ads

વાહ ગુરૂજી !


સરકારી શાળાના ધોરણ 3 ના વિધ્યાર્થીઓ પાંચમા ધોરણના પ્રયોગો સહજતાથી કરે  છે.
        અત્યારે ખાનગી શાળાઓના ‘ યલો  કલ્ચર’  તરફ દરેક વાલીઓની મીટ મંડાયેલી છે તેવા સંજોગોમાં નાના નાના ગામડાઓમાં રહેલી જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ ઉચ્ચ કક્ષાનું શૈક્ષણિક તથા સામાજિક ઉત્થાનનું કાર્ય કરી દીવાદાંડી ની ગરજ સારી રહી છે. વાત છે પાટણથી માત્ર આઠ કિ.મી.જેટલા અંતરે આવેલ વડલી ગામની પ્રાથમિક શાળાની. આ શાળામાં પ્રવેશતાંજ આપણને આપણે કોઇ ગુરૂકૂળમાં આવ્યા હોય તેવો અહેસાસ થાય છે. શાળામાં અન્ય વિષયની સાથે સાથે વિજ્ઞાન વિષય પર પણ વધારે જોક મૂકવામાં આવે છે. શાળામાં બાળ વૈજ્ઞાનિકોને તૈયાર કરવામાં આવે છે.શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતા ભારતીબેન પટેલે  તો જાણે વિજ્ઞાન વિષયનો ભેખ ધારણ કર્યો હોય એવુ વાતાવરણ સર્જાયું છે. બાળકોને સહજતાથી વિજ્ઞાન વિષય શીખવવામાં આવે છે.  સવારની  પ્રાર્થનાસભામાં  ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના પ્રયોગો નિયમિત પણે કરાવવામાં આવે છે.  શાળાના તમામ વિધ્યાર્થીઓ વિજ્ઞાન લેબોરેટરીના સાધનો ઓળખે છે તથા તે સાધનોનો ઉપયોગ પણ કરી જાણે છે. શિક્ષકોની આ પ્રવ્રુતિને કારણે ધોરણ 3 માં અભ્યાસ કરતા  બાળકો ધોરણ 5 અને 6 ના પ્રયોગો અવલોકન શક્તિ અને નિરિક્ષણ શક્તિને કારણે યાદ રાખી શકે છે.
આટલેથી ન અટકતા આ શાળાના કાર્યને  તાલુકાની શાળઓમાં પણ અમલમાં મૂકવામાં  આવ્યું. આ શાળાના વિજ્ઞાન વિષયના ભારતીબેને વિજ્ઞાન વિષયની તેમની  આવી પ્રવ્રુતિને કારણે જિલ્લાના ઇનોવેટીવ શિક્ષક તરીકેનો પુરસ્કાર પણ તાલિમભવન દ્વારા આપવામાં આવેલ છે.
ગામના લોકોમાં પણ અંધશ્રધ્ધા નિવારણ  જેવા કાર્યક્રમો કરાવવામાં આવે છે ને લોક શિક્ક્ષણની જ્યોત પ્રજ્જવલિત રાખનાર ભારતીબેન જેવા શિક્ષકો વિષે જ્યારે સાભળવા કે જાણવા મળે છે ત્યારે હ્રુદય્માંથી નિકળી પડે છે. વાહ.... ગુરૂજી!!!!!!!!
-     સંકલન મૌલિક પટેલ

Post a Comment

0 Comments