આ લેખ ભાષા કે કોઇપણ જાતની અતિશયોક્તી વગર આપની સમક્ષ
રજૂ કરી રહ્યો છું.
શાળામાં પ્રાર્થનાનો સમય હતો. પ્રાર્થનામાં ચાલતી
જીવદયાની મૂલ્યલક્ષી પ્રવ્રુતિ એટલે ‘અક્ષયપાત્ર’ .શાળાના બાળકો ઘેરથી બાકસની નાની
પેટીમાં દાણા શાળાના ચબૂતરામાં ચણવા આવતા
પક્ષીઓ કે જીવજંતુઓ માટે લાવે છે. એક વખત આ અક્ષયપાત્રમાં દાણા ઓછા લગભગ નહિવત
હતા. પક્ષીઓની જરૂરીયાત મૂજબના ન હતા.અમે જોયું તો પક્ષીઓ ચબૂતરા પર આવીને દાણા ચણ્યા
વગર જ પાછા ઉડી જતા હતા. પ્રાર્થનામાં બાળકોને પ્રભાતફેરીની મૂલ્યલક્ષી પ્રવ્રુતી
કરવાનું સૂચન કર્યું. સવારે રામધૂન ગાતાં-ગાતાં મહોલ્લામાં દરેકના ઘેર જવું અને ચપટી
ચણ માંગવું.વિધ્યાર્થીઓને એ પણ સમજાવ્યું કે આ કાર્યમાં કોઇ ચણ આપે કે ન આપે તેમ
છતાં તેમના પ્રત્યેનો ભાવ અવિચળ રાખવો. હસતો ચહેરો રાખવો. બસ શરૂ થઇ ગઇ મારા
શાળાના બાળકોની પ્રભાતફેરી. વિધ્યાર્થીઓ થાળી અને થેલી લ ઇ ને સવારે રામધૂન ગાતાં
ચણ ઉઘરાવે છે. આજે તાલીમમાંથી પરત આવી આ પ્રવ્રુતીનો રીવ્યું લેતાં મારા આશ્ચર્ય વચ્ચે
શાળામાં 15 કિલો ચણ છે. બાળકો પર ગામના લોકો ખૂબ ખૂશ છે. અને હાંશથી ઘરની બહાર
ચકલાંની ચણ રાખી મૂકે છે. ખરેખર એક નાનકડો વિચાર બાળકોમાં કેવડું પરીવર્તન લાવી
શકે છે તેનો હું સાક્ષી બન્યો છું.
-મૌલિક પટેલ
0 Comments