૨૬ મી જાન્યુઆરીની આખરી તૈયારીઓ ચાલતી હતી.હું બાળકોના સ્વેટર પર ઇન્ડિયન ફ્લેગ લગાડવામાં મશગુલ હતો,
ત્યાં ધોરણ1 માં અભ્યાસ કરતી દીકરી ફ્લેગ લગાડવા મારી પાસે આવી.મેં જોયું તો તેનું
સ્વેટર ગંદુ હતું,મોઢા પર ખૂબ મેલ લાગેલ હતો અને વાળ તો બિલકુલ ઓળેલા ન હતા.બે
ક્ષણ મનમાં ગુસ્સાની લાગણી પ્રગટ થઇ જે માનવ સ્વભાવની મર્યાદા જ છે.દીકરીને કહ્યું
કે તારી મમ્મી તને તૈયાર કરતી નથી ? મારા આ વાક્યની પેલી દીકરી પર એવી અસર થઇ કે તે રડવા લાગી પછી
તેણે રડતા રડતા મને કહ્યું કે સાહેબ એતો અમને મૂકીને અમારા મામા નાં ગામે જતી રહી
છે.આ વાતથી મને મારા પોતાના પર શરમ આવી કે હું આ બાળકીના ભાવોને ઓળખી ન શક્યો ! હું
આટલો મોટો થયો છતા મારા પોતાની જરૂરીયાતો પત્ની તથા માતાના કારણે જ પૂરી કરી શકુ
છું જ્યારે આ દીકરી કેટલી બધી પરિસ્થિતિ સામે લડીને મારી શાળામાં ભણવા આવે છે. જીવનમાં
પહેલી વખત કોઈ બાળકની માનસિક સ્થિતિ ને જાણવામાં થાપ ખાઈ ગયો એનો અફસોસ છે.બીજા
દિવસે શાળાની અન્ય દિકરીઓને આ વાત કરી તેમણેઆ દીકરીને તૈયાર કરવાની,માથું ઓળતા
શીખવવાનું.શરીર કેમ સ્વચ્છ રાખવું તે સમજાવાની જવાબદારી ઉપાડી લીધી.મારો બધો જ ‘બાળમાનસ’
ને જાણતો હોવાનો ભ્રમ મારા એક નાનકડા સવાલમાં અને દીકરીના જવાબમાં ભશ્મિભૂત થઇ
ગયો.
“વર્ગમાં
શિક્ષક જાગતો નહીં પણ જીવતો હોવો જોઈએ “
- મૌલિક પટેલ
0 Comments