Subscribe Us

Header Ads

મળવાનો આનંદ



                                   
  ઘણા સમયથી હૈયામાં એક બેચેની રહેતી હતી , સાથે સાથે કોઇને મળવાની અદમ્ય ઝંખના પણ  હતી એવું કહી  શકાય કે “બર્નિંગ ડિઝાયર”  .મળવાની ઇચ્છા  એટલી હદે વધી ગઇ  કે ઘણી વ્યસ્તતા હોવા છતાં,  બધાજ અગત્યના કામો પડતા મૂકીને તેને મળવા પહોંચી ગયો. કદાચ કોઇ ગેર સમજ થાય તે પહેલાં સ્પષ્ટતા કરી લઉ .હું જેને મળવાની ખેવના ધરાવતો હતો તે કોઇ વ્યક્તી નહિ પણ મને શિક્ષક તરીકેની દીક્ષા આપનાર મારી કર્મભૂમી લોદરા શાળા છે.
    રવિવારનો દિવસ ,આખા અઠવાડિયાના તમામ કાર્યો પૂરા કરવાનો દિવસ,બાળક અને ઘરના પ્રિય તમામ લોકો સાથે સમય પસાર કરવાનો અમૂલ્ય દિવસ હોવા છતાં મારી પૂર્વ શાળાને મળવા હું બધીજ વ્યસ્તતા છોડી મસ્ત બની નિકળી પડ્યો.બપોરના લગભગ બારેક વાગ્યે ગામમાં પગ મૂક્યો ને શરીરમાં અદમ્ય ચેતનાનો સંચાર થયો. મારા ભણાવેલા બાળકો મને મળ્યા .”ચોક્કસથી તેમના શરીરનું કદ વધી ગયું પણ મારા માટે તો હજુ તેઓ ધોરણ 5 ના વિધ્યાર્થીઓજ હતા.”  હુ ગામના માયાળુ” સુકા વિસ્તારના લિલુડા માનવીઓને મળ્યો. “.બપોરનો સમય ને રોટલાની સોડમે મને વળી પાછો ઇતિહાસમાં જીવંત કર્યો. હવે સીધો હું મારી શાળામાં પહોંચી ગયો. .વાહ .... મારી શાળા......!!!!!!!   મારા પગમાં મારી શક્તી  કરતાં ગતી વધી ગઇ. જ્યારે શાળાના દરવાજામાં પગ મૂક્યો તો જેમ હું મારી માંને વર્ષો બાદ મળતો હોય તેવો ભાવ જાગ્યો. એક મનમાં ડૂસકુ પણ લેવાઇ ગયું. હૈયામાંથી સરવાણી ફૂટી કે હે ! માં “મને બનાવીને તુતો સાવ ભૂસાઇ ગઇ “
શાળામાં રવિવારનો દિવસ હોવાથી કોઇ મિત્રો મળ્યા નહિ પણ મેં મન ભરીને વાતો મારી શાળા સાથે કરી .મેં વાવેલ એક એક ઝાડ સાથે મેં ખૂબ આત્મીયતાથી વાતો કરી. મારો વર્ગખંડ પણ બહારથી  નિહાળ્યો. ખરેખર હૈયામાં એક ભાવસભર સંવેદનાઓ સાથે હું મારી શાળાને મળ્યો. આ એજ લોદરા શાળા છે જેની પવિત્ર ભૂમીમાં રાધાસ્વામી સત્સંગ બિયાસના વડાના ચરણરજ છે. આ જ ભૂમીમાં ભૂતપૂર્વ અનેક શિક્ષકો,આચાર્યોએ પોતાના પરસેવાનું સીંચન કરીને ગુણોની ખેતી કરી છે. જાણીને આનંદ થયો કે અત્યારના શાળાના શિક્ષક મિત્રો ખૂબજ ધગશથી કાર્ય કરે છે.
 મિત્રો હું કોઇ લેખક કે કવિ નથી ,મને મારી ભાવનાઓને શબ્દોમાં ઢાળતાં આવડતું નથી. જેવો ભાવ મારા મનમાં થાયો  છે તેવો ભાવ દરેક શિક્ષકને થતોજ હોય છે. છતાં પણ ‘ મા’  ને મળવાનો આનંદ આપની વચ્ચે વહેંચતાં હું મારી જાતને રોકી શક્યો નહિ.
-     મૌલિક પટેલ 







Post a Comment

0 Comments