વાહ!!!!!!!! ગુરુજી ..............
માણસ જ્યારે સાચા અર્થમાં
માણસાઇનું કાર્ય કરે ત્યારે તેનામાં ઇશ્વરનો અંશનું આપણને દર્શન થતું જોવા મળે છે.
આજે હું જે ગુરુજી વિશે વાત કરવાનો છું તેમનું કાર્ય કોઇ મહાત્માથી ઓછું ઉતરતું
નથી. . અને આ લેખ વાંચીને તમારો ઉદગાર હશે વાહ!!!!!!! ગુરુજી......
વાત છે પાટણ તાલુકાના અતિ સમ્રુધ્ધ ગણાતા
બાલિસણા ગામની. બાલિસણા ખૂબજ મોટું ગામ છે
આશરે દશેક હજાર જેટલા લોકો અહીં વસવાટ કરતા હશે. ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ
હોવાના કારણે આજુ બાજુના ધંધાર્થી લોકો તેમજ નોકરીયાત લોકો પણ અહીં વસવાટ કરે છે.
આ ગામની શાળાઓમાં સી.આર.સી.કો.ઓર્ડીનેટર તરીકે કામ કરતા શ્રી શૈલેષભાઇની વાત
નિરાળી છે.
શૈલેષભાઇ સાચા અર્થમાં
કો.ઓર્ડીનેટર છે. મોટી ઉંમર હોવા છતાં ગામના તમામ વિકાસના કાર્યોની શરુઆત શૈલેષભાઇથી
કરવામાં આવે છે. ગામ પાટણ-ઉંઝા હાઇવે પર
આવેલું છે. ગામના હાઇવે પર ખૂબજ મોંઘી કિંમતની કેનાલની –તળાવની બાજુમાં જમીન આવેલી
હતી. આ જમીનના માલિક મૂળ અન્ય ગામના હતા. શૈલેષભાઇ તથા ગામના અન્ય લોકોના સહિયારા
પ્રયત્નથી આ જમીન ખૂબજ સસ્તા ભાવમાં ગમને મળી અને આજે ત્યાં સરસ મજાનું યુગશક્તી
માં ગાયત્રીનું મંદિર છે.
ગામમાં પક્ષી ચણ તથા પક્ષી નિવાસ માટે ત્રણ
જેટલા વિશાળ ચબૂતરા આવેલ છે. આ ચબૂતરાઓના નિર્માણમાં શૈલેષભાઇનો પક્ષી પ્રેમ આપણને
દેખાઇ આવે છે. આશરે એક ચબૂતરામાં ત્રણેક હજાર પારેવડાં વસવાટ કરીને હૂંફ મેળવે છે.
તેમના ઘૂઘરાટમાં આપણને સાક્ષાત પ્રભુનો અવાજ સાંભળવા મળે છે.
ગામમાં ડિવાઇડર સાથેનો રોડ
બનાવેલ છે. શ્રી શૈલેષભાઇની આગવી દ્રષ્ટીથી આ ડિવાઇડર ની વચ્ચે વ્રુક્ષારોપણ
કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેમણે ગામના તળાવ કિનારે તેમજ અન્ય પડતર જગ્યાએ આશરે
૧૦૦૦ જેટલા વ્રુક્ષો વાવેલ છે અને તેમનો ઉછેર કરેલ છે અને હાલ આ વ્રુક્ષો મોજુદ
છે. આ ઉપરાંત રોજ સવારે સાડા ચાર વાગ્યે તેઓ ઉઠીને ગામની પાદ્દરે આવેલ મંદિરમાં જઇને સીમમાં વસવાટ કરતાં કૂતરાઓ
તથા અન્ય પ્રાણીઓ માટે રોટલાઓ બનાવવાનું ભગીરથ કાર્ય વર્ષોથી કરે છે.
માન.શ્રી પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છ ભારતની વાત
કરી એ અગાઉથી શૈલેષભાઇ તથા તેમની ટીમે
બાલિસણા ગામને સ્વચ્છ ગામ બનાવવાનું શરૂ
કરેલ છે. તેમણે સરકારની સહાયની અપેક્ષા વગર ગામના સહયોગથી શેરી સફાઇ ,પાદર સફાઇ,
સીમ સફાઇ જેવા નવતર કાર્યો નિયમિત પણે કરેલ છે. શૈલેષભાઇનું કાર્ય મેં મારા મિત્ર તથા અન્ય
લોકોના ના મોંઢે સાંભળ્યા બાદ આ લેખ લખું છું .તેમણે ક્યારેય કોઇ કદર કે
પુરસ્કારની અપેક્ષા રાખી નથી.
હવે એ વાત કરવાની જરૂર નથી કે જે વ્યક્તી ગામ માટે આટલું કાર્ય કરતો હોય તો
તેણે શાળા માટે શું શું ન કરતો હોય તેમ છતાં વાંચકો માટે લખું છું કે ગામની બંન્ને
પ્રાથમિક શાળાઓના બગીચાઓના નિર્માણ,
શાળાઓમાં પ્રાર્થના શેડ, આર.ઓ.પ્લાન્ટ
,શાળાની ભૈતિક સુવિધાઓ વધારવા માટે
ગામના દાનના પ્રવાહને શાળા તરફ વાળવામાં શૈલેષભાઇનો મુખ્ય ફાળો છે.
આ લેખ લખાય છે ત્યાં સુધી શ્રી શૈલેષભાઇને આ
વાતની ખબર નથી પરંતું ગુજરાતના ગામડાઓમાં જ્યાં સુધી આવા લોક સેવકો
વસવાટ કરે છે ત્યાં સુધી ગુજરાતના ગૌરવને ક્યારેય ઝાંખપ લાગવાની નથી. હું પણ એક સી.આર.સી.
કો.ઓર્ડીનેટર છું અને મારે પણ ગામ છે. મને હંમેશાં આ શૈલેષભાઇના પાત્રને જોઇને
મનમાં લાગે છે કે કુદરતે મને આપેલ શક્તીનો ઉપયોગ લોકસેવાર્થે તથા ગામના વિકાસાર્થે
કરવો જોઇએ.
ખરેખર આવા ગુરૂજીની વાત લોકોના માંઢે
સાંભળવા મળે છે ત્યારે મૂખમાંથી સરી પડે છે. વાહ!!!!!! ગુરૂજી.......
_ મૌલિક પટેલ
0 Comments