Subscribe Us

Header Ads

રસ્તા સમારકામ અભિયાન


   સાંપ્રત કાળમાં સમાજમાં વસતા લોકોમાં નૈતિક મૂલ્યોનું અધ:પતન થતુ આપણને જોવા મળી રહ્યો છે. માનવીને  જ્ઞાન પ્રાપ્ત કરવાના અનેક માર્ગો છે. અને માનવી જ્ઞાન મેળવે પણ છે પણ તેણે મેળવેલ જ્ઞાનનો સદઉપયોગ ખૂબ ઓછા લોકો કરે છે.સમાજનુ એક અવિભાજ્ય અંગ એટલે ગામમાં આવેલ પ્રાથમિક શાળા.ગામની પ્રાથમિક શાળા ગામનું ઘરેણું કહેવાય છે. એક સમાજસુધારકે સાચુંજ કહ્યું છે કે : જો તમારે જે તે ગામનુ ભવિષ્ય અત્યરેજ જોવું હોય તો તમે તે ગામની પ્રાથમિક શાળાના વર્ગખંડમા જઇને બાળકોમાં રહેલા મૂલ્યોની ચકાસણી કરો.બાળકોમાં નાનપણથીજ આદર્શ સમાજજીવનના મૂલ્યોનું સીંચન કરવામાં આવે તો ભવિષ્યમાં એક આદર્શ સમાજનું નિર્માણ થશે.
  આજ વિચારોને ધ્યાને લઇને કિલાણા પ્રાથમિક શાળા,તા:સાંતલપુર,જિ:પાટણે એક નવતર મૂલ્યલક્ષી પ્રયત્ન હાથ ધર્યો છે. ગામથી શહેર જવા નો રસ્તો ખૂબજ બિસ્માર હાલતમાં હતો.આ રસ્તા પરથી પસાર થતા વાહનોમાં બેઠેલ પેસેન્જરો સરકારી તંત્ર ઉપર રોષ કાઢતા હતા પણ કોઇ આ રસ્તાની મરામત્ત કરવાનો વિચાર પણ કરતા ન હતા.પરિસ્થિતિ ત્યારે ખરાબ બનતી કે જ્યારે બે-પાંચ મિનિટના કારણે ક્યારેક કોઇ બિમાર વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે.ગામની પ્રાથમિક શાળાના સી.આર.સી.કો.ઓર્ડી.,આચાર્યશ્રી,શિક્ષકગણ,અને બાળકોએ એક નવતર મૂલ્યલક્ષી પ્રોજેક્ટ કાર્ય હાથ ધર્યો.આ તમામે ભેગા મળીને ગામથી આશરે આઠ કિ.મી. સુધીના અંતરના રસ્તાને રીપેર કરીને પોતાની સામાજિક જવાબદારી અદા કરી.આપણે જાણીએ છીએ કે રસ્તો રીપેર કરવાની જવાબદારી સરકારી તંત્રની છે અને સરકાર પોતાનુ કામ પોતાના નિર્ધારીત સમયે કરતી હોય છે પણ ક્યારેક એમાં વિલંબ પણ થઇ જતો હોય છે. તો સમાજ પોતાની સામાજિક જવાબદારી કેમ ભૂલી જતો હોય છે ?????

Post a Comment

0 Comments