Subscribe Us

Header Ads

મોટીવેશનલ સત્ય ઘટના

આજે એક મોટીવેશનલ સત્ય ઘટના રજુ કરતા આનંદ થાય છે. આ ઘટના પાટણ જિલ્લાના સમી તાલુકાના એક ગામની છે.( ગામનું નામ કારણવસ ઉલ્લેખ કરતો નથી ) ગામની સૌથી મોટી સમસ્યા પાણીની હતી. સમી અને સાંતલપુર તાલુકો એ પાટણ જિલ્લાનો છેવાડાનો તાલુકો હોવાના કારણે અન્ય તાલુકાની સરખામણીએ જ્યારની આ વાત છે ત્યારે વિકાસ થયેલો ન ગણાય. અગાઉ જણાવ્યા મુજબ ગામની પાણીની સમસ્યા એ ગંભીર સમસ્યા હતી .હવે પાણીની સમસ્યા હોય ત્યાં અન્ય તમામ સમસ્યા હોવાની તે સ્વાભાવીક બાબત ગણાય. લોકો પાણી લાવવા ઇચ્છતા હતા પણ ભંડોળ લગભગ ૩,૫૦,૦૦૦ ( રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર પૂરા ) થાય તેવી પૂરી શક્યતા હતી આટલી મોટી રકમની ગ્રામ પંચાયત પાસે સગવડ ન હતી .સમસ્યા પડકાર રૂપ હતી. ચાણ્ક્યે પોતાના વિધાનમાં કહ્યું છે તે મુજબ “ શિક્ષક કભી સાધારણ નહી હોતા ,પ્રલય ઔર નિર્મણ ઉસકી ગોદમે પલતે હૈ “ આ વિધાન અહીં સાચું ઠર્યુ .ગામના શિક્ષકો તથા બાળકોએ ૨૬ જાન્યુઆરી, ૨૦૧૩ ના રોજ એક ભવ્ય સાંસ્કુતિક કાર્યક્રમ કર્યો . ગામમાં અન્ય મહેમાનો પણ આવ્યા . અને બાળકો માટે દાનની સરવાણી નહીં પણ મહાસાગર છૂટી પડ્યો. જોત જોતામાં બાળકોને ૪,૦૦,૦૦૦ લાખ કરતા વધારે રકમનું દાન મળ્યું. વાત હવેથી શરું થાય છે કે બાળકોએ આ રકમ પંચાયતને આપી ગામની પાણીની સમસ્યાનું કાયમી ધોરણે નિવેડો લાવી દિધો. મનુષ્ય તુ બડા મહાન હૈ, તુ જો ચાહે પર્વત પહાડો કો ફોડ દે ........ શાળા તથા બાળકોના આ કાર્ય ની નોધ કોઇ ના ધ્યાનમાં ભલે ન આવી હોય પણ ગામલોકોના મોઢા પરનો શાળા પ્રત્યેનો ક્રુતજ્ઞતાનો ભાવ શાળાનો સૌથી મોટો એવોર્ડ છે. ખાનગી શાળાનો શિક્ષક ગમે તેટલો પાવરધો હોય પણ તે મારી સરકારી શાળાના શિક્ષક જેવો મૂલ્યલક્ષી શિક્ષક કદી બની શકતો નથી. આવી શાળામાં બાળકોને આવવું ગમે છે અને બાળકો શિક્ષણની સાથે મૂલ્યનું પણ શિક્ષણ મેળવે છે .મારા ભારતનો ભાવી ઘડવૈયો આવી શાળાનો વિધ્યાર્થી હશે તો ભારત સોનેકી ચિડિયા ફરીથી બનશે.

Post a Comment

0 Comments