Subscribe Us

Header Ads

મુક્ત સર્જનાત્મક લેખન

મુક્ત સર્જનાત્મક લેખન

મારા માર્ગદર્શક મિત્ર શ્રી જયેશભાઈએ એમનો વર્ગખંડ નો અનુભવ મને કહ્યો હતો એ આપની વચ્ચે વહેંચી રહ્યો છું આશા રાખું છું કે આપને ગમશે.
જયેશભાઈ પટેલ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં શિક્ષક તરીકે કામ કરે છે. એમણે ધોરણ 5 નાં વિદ્યાર્થીઓને અર્લીરીડર(નાની બે પાનાની પુસ્તિકા) વાંચવા આપી .બીજા દિવસે તેમણે બાળકો ને એમણે વાંચેલી પુસ્તિકામાંથી યાદ યાદ રહેલાં શબ્દો જણાવવા કહ્યું અને શરત એ રાખી કે વર્ગના બધા જ બાળકોના શબ્દો અલગ-અલગ હોવા જોઇએ. વર્ગના બાળકો જેમ જેમ શબ્દો બોલતા ગયા તેમતેમ જયેશભાઇ આ શબ્દોને બોર્ડ પર લખતા ગયા. હવે તેમણે આ શબ્દોનો ઉપયોગ કરીને બાળકો પાસે નાના –નાના વાક્યો બનાવવાનો મહાવરો આપ્યો.દરેક બાળક અલગ અલગ વાક્યો બનાવવા લાગ્યું.ત્યારબાદ જયેશભાઇએ બાળકોને બોર્ડ પરના શબ્દોનો ઉપયોગ થતા હોય તેવી વાર્તાઓ લખવાનું જણાવ્યું .હવે અસરકારક વર્ગ નું કાર્ય શરૂ થયું. બાળકોએ પોતાના કલ્પનાચિત્રોમાં આવતા પાત્રો સાથે બોર્ડના શબ્દોને જોડીને વાર્તાઓ બનાવવાનું શરૂ કર્યું.
મિત્રો આનંદ સાથે આશ્ચર્યની વાત એ બની કે દરેક બાળકની વાર્તાઓ તૈયાર હતી અને કેટલાક બાળકોએ તો લેખકોને પણ શરમાવે તેવી વાર્તાઓ બનાવી હતી. જયેશભાઇનો આ પોતાના વિધ્યાર્થીઓને મુક્ત સર્જનાત્મક લેખન કરાવવાનો આ પ્રયત્ન બીજા શિક્ષકો માટે પણ પ્રેરણાદાયી થાય તેવો છે.
-સંકલન મૌલિક પટેલ

Post a Comment

0 Comments