Subscribe Us

Header Ads

ધારણાઓ

ધારણાઓ
એક ગામમાં  એક કઠિયારો રહેતો હતો .આખો દિવસ જંગલમાં ઝાડ કાપી પોતાનું ગુજરાન ચલાવતો હતો.તેણે કોઈ દિવસ રાજાને જોયા ન હતા પણ રાજા વિશે ખૂબ સાંભળ્યું હતું. મોટા ભાગે રાજા ખરાબ જ હોય છે તેવું જ સાંભળ્યું હતું. મનોમન તે રાજા પ્રત્યે ધૃણા કરતો અને કામ કરતો. એકદિવસ રાજાની સવારી તેના ગામમાંથી નીકળી. રાજાને જોવા લોકોના ટોળા વળવા લાગ્યા .આ કઠિયારો પણ રાજાને જોવા માટે ગયો .અચાનક રાજાનો પહેરો તોડી તે અંદર આવી ગયો અને રાજાના સૈનિકોએ તેને બંદી બનાવી કારાવાસમાં મોકલી દીધો. આખી રાત તે રાજાને કોસતો રહ્યો અને રાજા મરી જાય એવી ભગવાનને પ્રાર્થના કરતો મનોમાન ગાળો દેતો રહ્યો કે રાજા કેવો નિષ્ઠુર છે.સવારે દરબાર ભરાયો અને રાજાએ આ માણસને જોયો. રાજાને પણ કઠિયારાને જોઇને ધૃણા થઇ તેને કઠિયારાને મૃત્યુદંડની સજા આપી.કઠિયારાને ફરીથી કારાવાસમાં લાવવામાં આવ્યો. હવે કઠિયારો એકલો એકલો વિચારવા લાગ્યો કે મારો ગુનો શું હતો? તેણે વિચાર્યું કે રાજા તો પ્રજાનો બાપ કહેવાય કદાચ મને મારો ગુનો દેખાતો નહી હોય પણ રાજાએ જે કર્યું હશે તે પ્રજાના ભલા માટેજ કર્યું હશે.ખરેખર તો રાજા રાજ્ય માટે તો સારો જ હશે.
આ બાજુ રાજાના વિચારોમાં પણ પરિવર્તન આવ્યું તેને પણ પસ્તાવો થયો કે એક ગરીબ માણસને સમજ્યા વગર તેને સજા આપવી જોઈએ નહિ.સવાર પડ્યું ને રાજાએ કઠિયારાને મુક્ત કરો.
“વાત માત્ર એટલી છે કે આપણે પણ આપણા જીવનમાં દરરોજ ઘણા લોકોને ઓળખ્યા વગર તેમાના  પ્રત્યે ધારણાઓ બાંધી દઈએ છે અને સામે પક્ષે પેલો વ્યક્તિ પણ આપણા માટે જ આપણી ધારણા મુજબનો આકાર લેતો જાય છે.આ આપણા મનની શક્તિ છે.જે સામી વ્યક્તિને આપણને પ્રેમ કે નફરત કરાવવા પ્રેરીત કરે છે.

-     મૌલિક પટેલ    

Post a Comment

0 Comments