Subscribe Us

Header Ads

આહ....!!!!! થી વાહ....!!!!

આહ....!!!!!!.થી વાહ....!!!!!!
    આજે વિશ્વ ગ્લોબિંગ વોર્મિંગની અસરોથી ભડકે બળી રહ્યું છે. રીકન્સટ્રકશન અને ડેવલોપીંગના કારણે કુદરતી પ્રાક્રુદાનો  નાશ થઇ રહેલ છે. પ્રુથ્વીનું  તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે. હમણાં થોડા સમય અગાઉ એક તાલિમ વર્ગમાં ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા જાણવા મળ્યું કે જે દિવસે પ્રુથ્વીનું એવરેજ તાપમાન ૫૦ ડિગ્રી સ્થીર થઇ  જશે ત્યાર પછી તાપમાન નીચે આવવાની શક્યતાઓ ખૂબજ નહિવત રહેશે અને પ્રલયની  શરૂઆતની અસરો વર્તાવવાની શરૂઆત ત્યારે હશે.
આટલી ગંભીરતા અને ગ્લોબલ ઇશ્યુની વચ્ચે પાટણ જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દ્વારા થયેલ  કામગીરીથી આપને ચોક્કસથી  વાહ...... કહેવાનું મન થઇ જશે. વાત છે એવા ગુરૂજીની  જેમણે વ્રુક્ષોના ઉછેરને જ પોતાનું કર્તવ્ય અને સામાજિક જવાબદારી સમજી પ્રુથ્વીને બચાવવાની કામગીરી ઉપાડી લીધેલ છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ વામૈયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દિલિપભાઇ પ્રજાપતિ આમ તો ઇનોવેટીવ શિક્ષક છે .તેઓ છેલ્લા ચાર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો દ્વારા સૌનું ધ્યાન કેંદ્રિત કરી રહ્યા છે પરંતું તેમનો એક અનેરો શોખ વ્રુક્ષોનું જતન કરવાનો  છે.
વામૈયા ગામમાં ગ્રામ પંચાયત અને ગામના યુવકોની મદદથી તેમણે ગામમાં ‘આશરો’ નામનું એક કેમ્પેઇન ચલાવી રહ્યા છે. ગામમાં વસવાટ કરતા લોકોને એમના સ્વજનોની યાદગીરી રૂપે વ્રુક્ષો વાવવાની અને ઉછેરની વાત તેઓ સમાજમાં સમજાવી શક્યા છે.સ્વજનોની યાદમાં આ કેમ્પેઇન અંતર્ગત મોટા વ્રુક્ષો જેવા કે ઉમરૂ,લિમડા,કણજી,કણજો જેવા વ્રુક્ષો ગુરૂજીને લાવી આપે છે , સાથે વ્રુક્ષોને   નુકશાન ન થાય તે હેતુથી રક્ષણ આપતાં ટ્રી-ગાર્ડ  પણ દાનમાં મેળવે છે.  આ વ્રુક્ષ જેમની યાદમાં વાવવામાં આવેલ હોય  તેમનું  નામ વ્રુક્ષ સાથે જોડી દેવામાં આવે છે. અને એના ઉછેરની વ્યવસ્થા કરવામાં આવે છે .આ પ્રવ્રુત્તિ શનિવાર બપોર બાદ  અને રવિવારના રોજ કરવામાં આવે છે. વ્રુક્ષદાતા ને એ સ્વજનની  તિથી પ્રસંગે વ્રુક્ષના  ફોટોગ્રાફ્સ પણ મોકલવામાં આવે છે. તથા વ્રુક્ષની માહિતી પણઆપવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત શાળાના કેમ્પસ ઉપરાંત ગામની ગૌચર જમીન ,ગ્રામ સ્મશાનને હરીયાળું કરવામાં આવેલ છે. હવે ગામને લિંક રોડથી જોડતા રોડની બંન્ને બાજુ વ્રુક્ષારોપણ થનાર છે.
   આમતો આશરો એ અબોલ પક્ષીઓના રહેઠાણ અને ખોરાકની જરૂરિયાત પૂરી થાય  છે માટે આપવમાં આવેલ છે પરંતું સાચો આશરો તો પ્રુથ્વી પર વસવાટ કરતા લોકોને ગ્લોબલ વોર્મિંગની અસરો ભોગવતા જીવો માટે થનાર છે.
મિત્રો જંગલિય વિસ્તારમાં વસવાટ કરતા લોકો પોતાની પ્રક્રુત્તિપ્રત્યેના પ્રેમના કારણે વ્રુક્ષો  સાથે ચિપકી ભેટી પડીને પણ તેને કાપતા અટકાવે છે અને આ સામાજિક ક્રાંતિને ‘ ચિપકો  આંદોલન’ નામ આપવામાં આવેલ હતું . આવી જ રીતે દિલિપભાઇએ આ આશરો  અભિયાન દ્વારા જન જન જાગ્રુત્તિ સાથે હરીયાળી ક્રાંતિનું  કામ કરેલ છે.સાચેજ પક્ષીઓનો દર્દનાક અવાજ આહ.......!!!.થી હરીયાળી  ક્રાંતિ કરીને આપણા જેવા લોકોના મોઢામાંથી  વાહ.......!!!! ના ઉદગાર  નિકાળવાનાર દિલિપભાઇ જેવા ગુરૂજી વિશે જ્યારે જાણવા મળે છે ત્યારે ચોક્કસથી કહેવાઇ જાય વાહ........ગૂરુજી !!!!!!
                                                                                 સંકલન:-મૌલિક પટેલ

Post a Comment

0 Comments