Subscribe Us

Header Ads

શિક્ષણ આપો પણ પ્રેમથી

આચાર્ય હરિકુમત યજ્ઞ ના સંચાલન માટે ગાંધાર જઈ રહ્યા હતા. માર્ગમાં
એક ગામ આવ્યું. એ ગામમાં કોઈ પણ માણસ નાસ્તિક નહોતો. જ્યારે
તે એક ગલીમાં થી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક માણસ પોતાના
પુત્ર ને ખૂબ ધમકાવી રહ્યો હતો. તે અત્યંત ગુસ્સે થઈ ગયો હતો. હરિફુમતે
પૂછતા તેણે કહ્યું કે ગુસ્સે ન થાઉં તો શું કરું? આખા ગામમાં આ મારો
પુત્ર એકલો જ નાસ્તિક છે. તેના કારણે મારી આબરુ જાય છે. તેથી હવે
આપ જ બતાવો કે આનો ઉપાય માટે હું શું કરું ?

તમે આ બાળક સાથે પ્રેમથી વર્તો. બાળકને આસ્તિક બનાવવા માટે
તેના ધમકાવવાનું બંધ કરીને વાત્સલ્ય આપો.” આ જવાબ આપી હરિકૂમત
જતા રહ્યા. પિતા, માતા તથા સમગ્ર પરિવાર એ બાળકને ખૂબ પ્રેમ આપ્યો.
એનું પરિણામ એ આવ્યું કે તે બાળક મોટો થઈને મહાન ધાર્મિક સંત ઉદ્દાલક ના નામથી પ્રસિદ્ધ થયો.
પ્રેમ થી આપેલું સાચું શિક્ષણ જ શ્રેષ્ઠ
વ્યક્તિત્વનું ઘડતર કરે છે.

                  સંકલન:યુગશક્તિ ગાયત્રી સપ્ટેમ્બર-2019

Post a Comment

0 Comments