Subscribe Us

Header Ads

ચકલી અને માંસનો ટુકડો


                               ચકલી અને માંસનો ટુકડો             
              મારા માર્ગદર્શક મિત્રએ  કહેલી બોધાત્મક વાત આપની સામે રજુ કરુ છુ.
     એક જંગલમાં ઘણા પશુ પંખીઓ સંપીને રહેતા હતા,તેમાં કોઇ  માંસાહારી હતા તો કોઇ ત્રુણાહરી અને વળી કોઇ શાકાહારી પણ હતા. બધાનો ખોરાક અને ખોરાક ગ્રહણ કરવાની ટેવો અલગ-અલગ હોવા છતા તેઓ બધા એક સાથે આનંદથી રહેતા હતા. આ બધામાં સૌથી  નાનુ પક્ષી ચકલી હતું  અને તે આખા જંગલમાં સૌનુ માનીતું  પક્ષી હતું.
એક દિવસ આ ચકલીનુ બચ્ચું જંગલમાં દાણા ચણવા માટે જતું હતું ત્યાં તેની નજર  ગુલાબી રંગના માંસના ટુકડા પર પડી.ચકલીના બચ્ચાંનો ખોરાક માંસ ન હતો પણ કુતુહલ વશ તેણે માંસનો ટુકડો પોતાની ચાંચમાં ઉપાડી લિધો અને જંગલ તરફ ચાલવા લાગ્યૂં . આ બાજુ બાકીના પક્ષીઓએ ચકલીના  બચ્ચાંને જોયું અને તેના માંમાં મૂકેલ માંસના ટુકડાને પણ  જોયો. બધા તેની પાછળ-પાછળ ફરવા લાગ્યા. ચકલી પણ રમત સમજી બધાને દોડાવવા રમત રમતમાં આગળ દોડવા લાગી. હવે ચકલી ટુકડો લઇ ઉડવા લાગી તો બધા પ્ક્ષીઓ પણ તેની પાછળ ઉડવા લાગ્યા. ત્યાં તો કોઇ પક્ષીએ ચકલીના ચાંચમાંથી ટુકડો પડી જાય તે માટે તેને ચાંચ મારી, બધાએ તેનુ અનુકરણ કર્યું અને ચકલીને ચાંચો મારવા માંડી. બિચારુ બચ્ચું વધારે પડતા ઘા વાગવાના કારણે અકળાઇ ગયું અને ચિત્કારી ઉઠ્યું.ત્યાં  પેલો ટુકડો તેની ચાંચમાંથી પડી ગયો અને મરઘીના મોંમાં આવી ગયો .વધારે ઘા વાગવાને અને અશક્તીને કારણે ચકલી જમીન પર પડી ગઇ.  થોડીવાર થઇ હશે  ને તેને કળ વળી,  તેણે આકાશમાં જોયુ તો જે દશા અગાઉ તેની હતી તેવી જ  દશા હવે મરઘીની થઇ રહી હતી .બધા પક્ષીઓ મરઘીને ચાંચો મારી તેની પાસેથી માંસનો ટુકડો પડાવવાનો પ્રયત્ન કરતા હતા.
                                                                                                     
     “ જીવનમાં પણ આવું હોઇ શકે જે આપણી પ્રક્રુત્તિ નથી  અથવા જેની આપણને આવશ્યકતા ન હોય તે વસ્તુ મેળવીને દેખાડો કરીશું તો સ્વજનો પણ દૂર્જન સમાન વ્યવહારો કરતા જોવા મળશે . દુશ્મનાવટ ચકલીની ન હતી પણ તેના માંઢામાં આવેલ માંસના ટુકડો મેળવવાની હતી.”
                                                                           સંકલન: મૌલિક પટેલ

Post a Comment

0 Comments