Subscribe Us

Header Ads

ઠીકરીયા જંકશન ...........

ઠીકરીયા જંકશન ............
આપણે પણ ક્યારેક બાળકો રહેલા છીએ,બાળકોને મામાની સાથે રેલવેમાં મુસાફરી કરવાની ખૂબ જ મજા આવતી હોય છે. ક્યારેક કલાકોના કલાકો સુધી માત્ર એક મિનિટ માટે પસાર થતી ગાડીને જોવા માટે આપણે બે-ત્રણ માઇલ જેટલું ચાલિને જોવા માટે ગયા હોઇશું. અરે, આપણી ‘તોતોચાનને ‘ પણ ટ્રેનના ડબ્બામાંથી બનેલી શાળામાં કેટલી મજા આવતી હતી !!!!!!
આપણે આપણી આજુબાજુમાં નાના બાળકોનો જો વૈજ્ઞાનિક પધ્ધતિથી અભ્યાસ કરીશું તો આપણને જાણવા મળશ કે ‘નાના બાળકોને ટ્રેનના રમકડાં સાથે ખૂબ લગાવ હોય છે. બાળકોને ટ્રેનના પાટા ગોઠવવા અને તેના પર છૂક...છૂક.... ગાડી દોડાવવાનો ખૂબ રોમાંચ હોય છે.’ અને એટલેજ વર્ષો પહેલાંની ધોરણ ૧ ની ગુજરાતીમાં પગલું-૫ “ ગાડી આવી” મૂકવામાં આવેલ હશે.
આજે મારે તમારી સમક્ષ વાત કરવી છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલ ઠીકરીયા પ્રાથમિક શાળાની. આ શાળાની બાઉન્ટ્રી વોલ એટલે કુદરતની દિશાઓ, જેને કોઇ બંધન નથી અને બંધનમુક્ત વિચારોથી કેળવાયેલી શાળાની દિશાઓ. શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી દશરથભાઇ ડી. પ્રજાપતિએ બાળકોને ગમતી ટ્રેનને શાળાના વિવિધ ઓરડાઓની દિવાલ પર એ રીતે ચીતરાવી છે કે જાણે કોઇ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન ઉભી હોય.શાળાના દરવાજા પરથી આપણને તો એવું જ લાગે કે આપણે કોઇ રેલવેસ્ટેશનની મુલાકાતે જતા હોઇએ. ઓરડાઓની અંદરની ગોઠવણી પણ બાળકોને આનંદિત સાથે રોમાંચિત કરી મૂકે છે.
“રેલવે દરરોજ કેટલાયે મુસાફરોને પોતાની મંઝીલ સુધી પહોંચાડે છે એ રીતે શાળા પણ કેટલાયે જ્ઞાન પિપાસુ વિધ્યાર્થીઓને પોતપોતાની મંઝીલ સુધી પહોંચાડી રાષ્ટ્રધર્મનું કાર્ય કરતી હોય છે. જો આપ રાધનપુર તાલુકાની મુલાકાતે હોવ તો આ શાળાની મુલાકાત અવશ્ય લેજો. કેટલાક અમૂર્ત સ્વરૂપના કેળવણી વિષયક ખ્યાલો આપના અહીં સિધ્ધ થઇ જશે.
સંકલન:-મૌલિક પટેલ



Post a Comment

0 Comments