એક ડગલું કેળવણી તરફ
મારી તમામ શુભકામનાઓ તથા શુભેછાઓ આપની તથા આપના પરીવારની સાથે છે ે ,આપના પરીવારમાં કોઈ સભ્ય બીમાર ન પડે .પરંતુ ભૂતકાળમાં આપના કોઈ સ્નેહીજન કોઈપણ જાતની સામાન્ય કે ગંભીર પ્રકારની બીમારીનો સામનો કરેલ હોય અને આપની પાસે તેવા સ્વજનની અત્યારે બિનઉપયોગી ફાઇલ હોય તો આ લેખ આપની માટે જ છે.
આપ આપની ઈશ્વરીય ઇચ્છા શક્તિથી અમોને આટલી મદદ કરી શકો છો
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે દર શનિવારે ‘પિરિઓડિક એસેસમેન્ટ ટેસ્ટનું’ આયોજન છેલ્લા બે માસથી કરેલ છે .સાદી પરિભાષામાં આનો અર્થ થાય છે કે સોમથી શુક્રવાર સુધી શાળામાં બાળકોએ જે અધ્યયન અનુભવો મેળવ્યા હોય કે કેળવ્યા હોય તેનો દર શનિવારના દિવસે શાળામાં એક નિદાન એકમ કસોટી યોજાય છે. આ કસોટીના આધારે બાળકને ક્ષમતા સિધ્ધિમાં રહેલી કચાશતા જાણી તેનું ઉપચારાત્મક શિક્ષણકાર્ય દ્વારા તે ક્ષમતા સિધ્ધ કરવામાં આવે છે.રાજય સરકારના શિક્ષણવિભાગ દ્વારા સમગ્ર રાજ્યની ધોરણ 3 થી 8 ની શાળાઓને એકમ-નિદાન કસોટીના પ્રશ્નપત્રો ડિઝીટલ માધ્યમથી પહોચતા કરવામાં આવે છે.કેટલીક શાળાઓમાં દરેક બાળકને પ્રશ્નપત્રની હાર્ડકોપી આપવામાં છે.
આપ વાંચકો પાસે અમારી નમ્ર અરજ એ છે કે આપની પાસે રહેલી બિન-ઉપયોગી સારી હાલતની પડી રહેલ મેડિકલ ફાઇલ ,વિમાની ફાઇલ અથવા અન્ય કોઈપણ ફાઇલ હોય તો આપ અમોને મોકલાવી શકો છો .અમે આપની આ ફાઈલમાં અમે બાળકોનો ‘પોર્ટફોલિયો ફોલ્ડર’ બનાવીને તે બાળકને આપીશું. ફાઇલમાં દરેક બાળક પોતાના પ્રશ્નપત્રો સાચવી શકે તથા પુન: અભ્યાસ વખતે તે પોતાના જ્ઞાનને ચિરસ્થાયી કરી શકે. જો આપ ડોક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને આપની પાસે જો આવી બિનઉપયોગી ફાઇલ હોય તો અમોને આપવા વિનંતી. આપનો અભિપ્રાય આપશો તો આનંદ થશે. આપનો નાનકડો પ્રયત્ન કોઈક બાળકમાં આમૂલ પરીવર્તન લાવી શકે છે.
-સંકલન: મૌલિક પટેલ

0 Comments