Subscribe Us

Header Ads

જેમ સાઇકલ ચલાવતા શીખવી એ કૌશલ્ય છે,એમ વાંચતા શીખવું એ પણ એક કૌશલ્ય જ છે.

જેમ સાઇકલ ચલાવતા શીખવી એ કૌશલ્ય છે,એમ વાંચતા શીખવું એ પણ એક કૌશલ્ય જ છે.
  ગઈ કાલે તારીખ:26/2/19 ના રોજ  જિલ્લા શિક્ષણ સમિતિ  અને ડાયટ પાટણના સંયુક્ત  ઉપક્રમે શિક્ષણમાં ગુણવત્તા સુધાર માટે ‘નિદાન તથા ઉપચારાત્મક શિક્ષણકાર્ય’ વિષય  પર એક કાર્યશિબિરનું આયોજન પાટણ ખાતે કરવામાં આવેલ હતું. ગુજરાત રાજ્યની શૈક્ષણિક સર્વોચ્ચ સંસ્થા જી.સી.ઇ.આર.ટી. ના અભ્યાસક્રમ કો.ઓર્ડીનેટર શ્રી હરેશભાઈ ચૌધરી સાહેબને,ડી.પી.ઇ.ઑ.બાબુભાઇ ચૌધરી સાહેબ તથા ડાયટ પ્રાચાર્યશ્રી બળવંતભાઈ સાહેબ,નાયબ ડીપીઇઓ બીપીનભાઈ,દિલીપભાઇ  તથા પરમાભાઇ નાદોડા જેવા શ્રેષ્ઠ વકતાઓને  સાભળવાનો લ્હાવો મળ્યો. વકતાઓએ  પ્રવર્તમાન શિક્ષણ પર  વિચારો વ્યક્ત કર્યા હતા .
       સુંદર ઉદાહરણોના માધ્યમથી વકતાઓએ  વિષયને ન્યાય આપ્યો હતો. “જેમ કોઈ દર્દીને  તાવ હોય અને દાક્તર તેનું નિદાન કર્યા વગર જ સહજતાથી તેને સામાન્ય તાવછે એવું જણાવી દે તો  દર્દી તેની બીમારીનો  ઉપચાર કરાવતો નથી અને ભવિષ્યમાં તેને હઠીલો રોગ થવાની પૂરી શક્યતા રહેલી છે .તેમ પ્રાથમિક કેળવણીના પ્રવાસ દરમિયાન કોઈ બાળકને વાંચવામાં અથવા ગણવાના કૌશલ્યોમાં જો કચાશ રહી જતી હોય અને તેનું યોગ્ય નિદાન અને ઉપચારાત્મક શિક્ષણકાર્ય કરાવવામાં ન  આવે તો ભવિષ્યમાં આ બાળકને  આ કૌશલ્યોના  કચાશની મોટી અસર રહે છે .આખા વર્ગમાં બધા બાળકોના નિદાનમાં મળેલા તથ્યો  અલગ અલગ હોઇ શકે અને દરેકનું ઉપચાર પણ અલગ અલગ હોય .
     એક કલ્પના કરો ગામના  એક ડાક્તર ગામમાં બીમાર પડેલા દરેક વ્યક્તિને કોઈ નિદાન અથવા પ્રાથમિક તપાસ કર્યા વગર જ બધાને એક સરખી જ દવાની પડીકી આપે તો........... પરિણામ એ આવશે કે  બધા દર્દીઓને આ દવા અસર કરશે નહીં અને ભવિષ્યમાં આ દાક્તરની ‘ઘરાકી માં’ પણ ફરક પડશે 
    કોઈ વર્ગમાં બાળકને કોઈ વિષયમાં ઓછું આવડે તો તેના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઇ શકે છે. જેમકે વર્ગના એક વિધ્યાર્થીને ગણિત વિષયમાં 100 માથી 20 ગુણ આવે તો તેના પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે માત્ર શિક્ષક જ જવાબદાર હોતા નથી પરંતુ 20 ગુણ મેળવનાર બાળકના પરિણામપત્રકમાં 80 ગુણ લખાઈને આવે તો તેની  પાછળ માત્ર ‘........ક’ જ  જવાબદાર છે.
    ક્યાક લેબોરેટરીના સાધનોની ગુણવત્તા તથા નિદાનકાર્ય પ્રત્યેની કચાશના કારણે રોગનું મૂળ પકડી શકાતું નથી ને પછી મહા ભયંકર રોગ લાગુ પડી જાય છે.વાત છે  આપણા પોતાની આપણા પોતાના કાર્યને મૂલવવાની તટસ્થતા પર.આપણે જ આપણાં કાર્યના સાચા મૂલ્યાંકનકાર બનીને કાર્ય કરીશું તો પરિણામો વધારે સારા મળશે.”ઓછું પરીણામ સ્વીકાર્ય છે ખોટું નહીં “ 
                                                                                        -સંકલન: મૌલિક પટેલ

Post a Comment

0 Comments