સરહદની
રક્ષા કરનાર રક્ષકોને રક્ષા સૂત્ર
પાટણ
જીલ્લો એટલે અનેક વિવિધતામાં એકતા ધરાવતો જિલ્લો, અહીથી અફાટ રણ પણ તમને
મળે છે ને આંતરરાસ્ટ્રીય ઇન્ડો પાકિસ્તાન બોર્ડર પણ અહી જોવા મળે, વળી જિલ્લાનો એક માત્ર ઘરેણું કહી શકાય તેવો એવાલના ડુંગર પણ આ જિલ્લાની અલગ
તાસીર છે. સૌથી વધારે આ જિલ્લાની ઉપલબ્ધિ હૉય
તો અહીની ખમીરવંતી અને રાષ્ટ્રપ્રેમી જનતા.
ભારતના રાજકીય નકશામાં તમે જોશો તો પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકાનાં ઝાઝામ,ફાંગલી ,ચારણકા,ધોકાવાડા,વૌવા,અને એવાલ ગામો સરહદને અડીને આવેલા છે. આ ગામો બિલકુલ ઇન્ડો- પાકિસ્થાન બોર્ડર
પર આવેલા છે.
મિત્રો
શહેરો જેવી અહી ઝાકમજોળ અહી ઓછી દેખાય છે પરંતુ અહી વસવાટ કરતાં લોકોમાં તમને રાષ્ટ્રપ્રેમ,ચોકસાઈ,સતર્કતા જેવા ગુણો
ઉડીને આંખે વળગે તેવા તુરંતજ જોવા મળે છે.
ધોકાવાડા
ગામની પ્રાથમિક શાળા પોતાના નવતર રાષ્ટ્ર ભક્તિના કાર્યક્રમો દ્વારા આસપાસના ‘મરૂભૂમિમાં’ ધ્રુવતારકનું કામ કરી રહી છે. મિત્રો આ વર્ષની 26 મી જાન્યુઆરીના દિવસે પ્રાથમિક
શાળામાં ધ્વજવિધિ કરાવવા માટે ગામમાથી ભારતીય લશ્કરમાં સૈનીક તરીકે ફરજ બજાવતા યુવાનની
પત્નીને આમંત્રણ આપવામાં આવ્યું . અને તેમના હસ્તે દ્વાજવંદન વિધિ કરાવવામાં આવી ત્યારે ત્યાં હાજર રહેલા બી.એસ.એફ.કમાન્ડીગ
ઓફીસરે શાળાના આ પ્રયત્નો પર ખૂબ આનંદ તથા
સંતોષ વ્યક્ત કર્યો. જેણે પોતાના સુહાગને દેશની રક્ષા કરવા માટે મોકલ્યો છે , પોતાના સ્વપનાઓ કરતાં દેશની રક્ષાને પ્રથમ પ્રાધાન્ય
આપ્યું છે એવી સૈનિક પત્ની દ્વારા ધ્વજવંદન કરાવી ધોકાવાડા શાળાએ રાષ્ટ્રને નવી વિચાર
દિશા પ્રદાન કરી છે.
આ ઉપરાંત તારીખ 05/03/2019 ના રોજ શાળાના ઉત્સાહી
આચાર્ય તથા એસ.એમ.સી.સભ્યો અને ગામના નાગરીકોના સહિયારા પ્રયત્નોથી ગામની બાજુમાં આવેલ
બી.એસ.એફ.કેમ્પના જવાનોને અત્યારે જ્યારે સરહદ પર તણાવનો માહોલ છે.સરહદો સળગી રહી છે
ત્યારે આપણા સૌની
રક્ષા કરનાર રક્ષકોની રક્ષા કરવા માટે રક્ષાસૂત્ર
બંધનનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. રક્ષાબંધનના દિવસે તો હજારો લોકો સૈનિકોને
રાખડીઓ બાંધે છે પરંતુ કુરુક્ષેત્રના યુદ્ધ જેવા માહોલમાં
જ દેશના સપૂતોનું રક્ષણ થાય તેવા ઉમદા વિચારથી શાળાની દીકરીઓ દ્વારા આ કાર્યક્રમ યોજાનાર
છે. આપણે પણ જાગૃત નાગરીક તરીકે આપના શહેરમાથી પસાર થનાર સૈનિક ટુકડીઓને રક્ષાબંધન
કરી તેમના ઉત્સાહને વધારવાનું કામ કરવું જોઈએ.
સરહદી
ગામ હોવાના કારણે લશ્કરના સૈનિકો અને ઓફીસર દ્વારા ગામના લોકોને સ્વરક્ષણ તથા સ્વજાગૃતતાની તાલીમ આપવામાં આવે છે જેના ભાગરૂપે
આ ગામોમાં થતી કોઈ પણ શંકાસ્પદ હિલચાલને તેઓ નજીકથી જોઈને સંબધિત બી.એસ.એફ.કેમ્પોને
માહિતી આપીને રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ બજાવી રહ્યા છે.
ખરેખર
પોતાના ઘરમાં રહીને પણ રાષ્ટ્ર હિતનું કામ કરનારા આવા સરહદી વિસ્તારના લોકોના ખમીર
તથા તેમની રાષ્ટ્રભક્તિને દિવ્યભાસ્કર સલામ કરે છે.
સંકલન: મૌલિક પટેલ
0 Comments