એક અનોખો ગુમનામી દાતા
શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે .સામાચાર માધ્યમો અને અખબારનું પાનું પણ હજુ ઠંડીનો પારો ગગડશે એવું જણાવી રહયા છે.પણ મારે આજે તમને એક એવા અનોખા દાતાની વાત કરવી છે જે તમને આટલી ઠંડીમાં ઉષ્મા આપી શકે છે.
હંમેશાની જેમ મારો આજનો લેખ પણ શિક્ષણનું કામ કરતા તપસ્વી ગુરૂજી પર છે.વાત ની શરૂઆતમાં આ દાતાની પૂર્વશરત આપને જણાવી દઉં કે તેમણે મને તેમનુ નામ જાહેર કરવાની નાં પાડી છે માટે આ લેખમાં જે શિક્ષક્ની વાત કરવાની છે તેમનો પરિચય 'ગુમનામી દાતા' છે.
આ ગુરૂજી પોતાના કાર્યક્ષેત્રમા નિપૂર્ણ છે.પોતાનું તમામ કાર્ય કર્મના સિધ્ધાંત ને ધ્યાનમાં રાખીને કરે છે.એમની એક વાત મને ગમી ગઈ.વિષય તજજ્ઞ હોવાના કારણે વારંવાર તાલીમ તથા સન્માન કાર્યક્રમોમાં જવાનું તેમને થતું હોય છે.કાર્યક્રમોમાં આયોજકો તેમના સન્માન માટે શાલ પણ ભેટ તરીકે અર્પણ કરતા હોય છે .આ ગુરૂજી દરેક કાર્યક્રમમાં તેમને મળેલ ની શાલ યાદ કરીને પોતાની સાથે લઇ લે છે.પોતાની શાળામાં એવા ગરીબ વર્ગના બાળકો કે જેમના વાલી બાળકોને સ્વેટર તથા ગરમ કપડા લાવી ના શકતા હોય તેવા બાળકોને ઓઢાડી દે છે.આપ સૌ પણ કેળવણીની સંસ્થાઓ સાથે જોડાયેલ છો.આપણે જોયેલ હશે કે ધોરણ ૧ માં અભ્યાસ કરતા બાળકો આટલી ઠંડીમાં શનિવારે પણ એક ચડ્ડીમાં અને માત્ર એક બટનનાં સહારે છાતી ઢાંકવા ટકી રહેલ શર્ટ પહેરીને આવતા હોય છે.આપણે જોયું અથવા અનુભવેલ હશે કે મોટા ભાગે કાર્યક્રમોમાં આયોજકો શાલ લાવતા હોય છે, અને સન્માન મેળવનાર એક ફોર્માલીટી પૂરતા શાલ ઓઢીને પછી કદાચ તેઓ તે સ્ટેજ પરથી લેવાનું પણ ભૂલી જતા હોય છે.પણ આ ગુમનામી શિક્ષક દાતા પોતાને મળેલ ઉપવસ્ત્ર બાળકોને આપીને સંતોષ મેળવે છે.
આ ઉપરાંત તાલીમવર્ગ માં ખરેખર થયેલ ભાડા ખર્ચ ઉપરની તમામ રકમ તેઓ આવી જ રચનાત્મક પ્રવૃત્તિ અથવા બાળકો પાછળ વાપરે છે. આ ગુરૂજીનું કાર્ય મેં મારી જાતથી પર થઈને નિહાળેલ છે.બાળકો તેમને ખૂબ પ્રેમ કરે છે.તેમનું વાક્ય મને સ્પર્શી ગયું
"મારે ક્યા સૂરજ બનવાની તાલાવેલી છે,હું તો એક બળબળતું ફાનસ બનું તોયે ઘણુય છે"
મારી તેમને આપેલ ખાતરીને કારણે ગુરૂજીનું નામ આપને જણાવી શક્યો નથી, પરંતુ તેમનું કાર્ય આપને જણાવવા પ્રયત્ન કર્યો છે.માત્ર ભણાવવાનું જ નહિ પણ કેળવવાનું કામ કરતા આવા ગુરુજીઓ વિષે જ્યારે જાણવા મળે છે ત્યારે ચોક્કસથી કહેવાઈ જાય છે વાહ......ગુરૂજી!!!!!
- સંકલન:-મૌલિક પટેલ

0 Comments