Subscribe Us

Header Ads

રાઠોડી મોજડી
એક નગરમાં એક રાજા રાજ્ય કરતો હતો.રાજા ને મોજડી પહેરવાનો ભારે શોખ.એક દિવસ એક પ્રખ્યાત મોચીએ રાજા માટે સરસ મોતી તથા હીરા જડેલ મોજડી બનાવી.રાજ્યના લોકો રાજાની આ મોજડી જોવા માટે આવવા લાગ્યા.દેશ-પરદેશમાં બસ એકજ વાત “રાજાની મોજડીનો વટ પડે છે “રાજા પણ પોતાની પ્રતિષ્ઠા બતાવવા મોજડી પહેરી બજારમાં ચાલતો જાય.પરંતુ આ મોજડીની અંદરની બાજુ એક ખીલી કોઈ કારણથી કાઢવાની મોચીથી રહી ગઈ હતી.રાજાતો પગમાં ખીલી ખુંચે તો લંગડાતો પણ મોજડી પહેરીને જાય.અને નગરના લોકો રાજાના દુઃખને સમજ્યા વગર મોજડીના વખાણ જ કરતા જાય.હવે રાજાને પણ મોજડીની ખીલી પગમાં ખુંચે તેની આદત થઈ ગઈ પણ મોજડી બદલી નહિ.
ક્યાંક આજની સિસ્ટમ  આપણને ખીલીની માફક ખૂંચતી તો નથી ને !

                                                           - મૌલિક પટેલ

Post a Comment

0 Comments