Subscribe Us

Header Ads

માસ્તર...... કે માવતર......!!!!!

     પ્રાથમિક કેળવણી આપવાના પ્રવાસ દરમિયાન કેટલાક એવાં પ્રસંગો આપણી આજુબાજુ જોવા કે સાંભળવા મળે છે જે સાંભળીને કે અનુભવીને આપણને  યાંત્રીક યુગમાં  હજુ માણસ તરીકે જીવતાં હોવાનો અનુભવ થઇ  જાય છે   

     “થોડા દિવસ પહેલાં અમારી શાળામાં પાટણના બીટ કેળવણી નિરિક્ષક શ્રી મહેન્દ્રભાઇ સાહેબ શાળાની વાર્ષિક તપાસણી કરવા માટે આવ્યા. તેમણે અમારી સમક્ષ રજૂ કરેલ પ્રસંગ આપની વચ્ચે કોઇ પણ જાતના શબ્દ શ્રુંગાર કે અલંકાર રહીત રજૂ કરું છું.”

        પ્રસંગ પાટણ તાલુકામાં આવેલ ખોડિયારપૂરા પ્રાથમિક શાળાનો છે. શાળામાં અભ્યાસ કરતાં બે બાળકોના નામ –અટક સુધારવાનું દરખાસ્ત ફોર્મ જિલ્લા કચેરીથી પરત આવ્યું.તેમાં વાલિના  સોગંધનામાની પૂર્તતા કરવાની હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ શાળાના આચાર્યશ્રીને વાલિનું સોગંધનામું કરવાની સૂચના આપે છે.અને અહીંથી જૂદી જૂદી માનવ સરવાણીઓનો સંગમ અને ઉદભવ થવાની શરૂઆત થાય છે.શાળાના ઉત્સાહી અને માત્રુહ્રુદય આચાર્યશ્રી જતિનભાઇએ સાહેબને જણાવું કે સર આ બન્ને બાળકો નિરાધાર છે. તેમની માતાનું મ્રુત્યુ થોડા વર્ષો અગાઉ થયેલ હતું અને આ દરખાસ્ત થયા બાદ તેમના પિતાનું આશરે ૧૦ દિવસ અગાઉ અવસાન થયેલ  ગયેલ છે.આ પરિવાર રાજસ્થાનથી અહીં મજૂરી અર્થે આવેલ હતો.અને પરિવારમાં હવે કોઇ નથી.

  થોડો સમય તાલુકાની કચેરીમાં સન્નાટો ચાવાઇ જાય છે. ત્યારબાદ ટી.પી.ઇ.ઓ.સાહેબશ્રીએ આચાર્યને  પાલક માતાપિતા યોજના વિશે સમજ આપી લાભ અપાવવા જણાવ્યું. “ અમારા પાટણ જિલ્લામાં આમ તો તમામ કચેરીઓ માનવ સંવેદનાઓ સાથે કામ કરી રહી છે પરંતું બાળ સુરક્ષા કચેરી સૌથી વધારે માનવ મૂલ્યો અને સંવેદનાઓ સાથે કાર્ય કરી રહી છે “ . જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીએ ખૂબ જ ઝડપથી વ્યક્તિગત રસ દાખવી આ બંને  બાળકોને પાલક માતાપિતા યોજના અંતર્ગત માસીક સહાય આપવાની શરૂ કરાવી.

     આ બાળકોને સહાય સન્માન આપવા માટે બાળ સુરક્ષા અધિકારી ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા શાળાના આચાર્યશ્રી જ્યારે બાળકોના ઘેર ગયાં અત્યારે આંખો ભરાઇ જાય તેવું દ્રુશ્ય જોવા તથા જાણવા મળ્યું.ખોડિયારપૂરા વિસ્તાર આમતો પાટ્ણ શહેરની વચ્ચે આવેલ છે પરંતું આ કસબામાં મોટાભાગના પરિવારો જી.આઇ.ડી.સી.ના શ્રમિકો છે. દેશના જુદાજુદા વિસ્તારોમાંથી અહીં રોજગારી તથા મજૂરી  અર્થે આવી અને વસેલ  છે.પૂરૂષો મોટાભાગે શહેરમાં મજૂરી કરે છે અને સ્ત્રીઓ આ શહેરના લોકોના ઘેર ઘરકામ કરે છે.આ લાભાર્થી બાળકોના પિતાએ  થોડું ભણતર કેળવેલ હતું.તેઓ કસબાના લોકોને જુદી જુદી યોજનાના જેવી કે શ્રમિક કલ્યાણ યોજના’,’ વિધવા સહાય યોજનાના ફોર્મ ભરી વિસ્તારના લોકોને મદદ કરતા હતા. સાહેબશ્રીએ બાળકોના જમવા બાબતે ચિંતા કરી તો એ વિસ્તારમાં એક વ્રુધ્ધ વિધવા ડોશિમાએ રડતા રડતા હાથ જોડીને કયું કે :” સાહેબ,! આ છાંકરાંના બાપાએ મને વિધવા સહાયનું ફોર્મ ભરી આપ્યું હતું અને આજે મને મહિને ૮૦૦/- રૂપિયા મળે છે”.ભલે આ છોકરાંનું કોઇ નથી તો હું તેમને મારા ઘેર રાખીને જમાડિશ.આ ડોશિમાની નાત અને બાળકોની નાત અલગ અલગ હોવા છતાં તેના પિતાએ કરેલ એક મદદ બાળકોને એક જીવતર અને રોટલાનો આશરો બની જાય છે.

    આ ઘટનાએ ઉપસ્થિત સૌ અધિકારીઓની આંખમાં પાણી લાવી દીધું. બંન્ને બાળકો સાહેબ આગળ રોઇ પડ્યાં. ત્યાર બાદ શાળાના આચાર્યશ્રીએ આ જ વિસ્તારનાં બીજાં છ બાળકોને આ યોજનાનો લાભ અપાવ્યો.

      મિત્રો !  આ પ્રસંગમાં આપને અલગ અલગ જગ્યાએ અનેક માવતર રૂપી હ્રુદય ધબકતાં જોવા મળે છે. પ્રથમ તો શાળાના આચાર્ય જેમને આવ બાળકોને લાભ મળી રહે તે માટે વ્યક્તિગત પૂંજી અને સમયદાન કરેલ છે આમને  માસ્તર કહેવા કે માવતર કહેવા . તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી કે જેઓ અસંખ્ય વહિવટી કાર્યો વચ્ચે ગુંચવાયેલા રહેવા છતાં પણ આવા માનવતાસભર કર્યો કરે છે તેઓને અધિકારી કહેવા કે માવતર!!!!!! . જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કે જેઓ જિલ્લા કક્ષાએ હોવા છતાં આવા લાભાર્થી બાળકો માટે તેમના ઘર સુધી દોડી જઈ મદદ કરે છે. આ બાળકોનો સ્વર્ગવાસી પિતા કઈ જેમણે નિસ્વાર્થ ભાવે પોતાની હયાતી દરમિયાન વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને વિવિધ સરકારી સાહાયો આપાવી !!!!, પેલાં વિધવા માજી કે જેમણે આ બાળકોનાં દૂરનાં સગાંઓએ પણ સાચવવાની તૈયારી ન બતાવી હોવા છતાં  બાળકોને રોટલાંની ભૂખ દૂર કરવાની કટીબધ્ધતા દર્શાવી!!!!!!!!!!!!!!

                                                                                           

                સંકલન: મૌલિક પટેલ



Post a Comment

0 Comments