Subscribe Us

Header Ads

“મારુ નિદાનકાર્ડ,મારો અભ્યાસ”

“મારુ નિદાનકાર્ડ,મારો અભ્યાસ”
શાળા મુલાકાત વખતે ક્યારેક એવી ઘટનાઓ આપણને જોવા મળતી હોય છે કે જેનાથી આપણને આનંદ તથા સુખની લાગણીનો ભાવ જગતો હોય છે.ક્યારેક આપની કલ્પના બહારની ક્ષિતિજ રેખા પરની  વાત પણ જાણવા તથા જોવા  મળે છે.
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 2 ના દરેક બાળકને શિક્ષણશાસ્ત્ર આધારે નિદાન કસોટી લઈ નિદાનકાર્ડ આપવામાં  આવ્યા છે. મારા ક્લસ્ટરની નાના રામણદા શાળાની મુલાકાત વખતે વર્ગમાં બાળકો નિદાનકાર્ડ નો જાત અભ્યાસ કરતાં જોવા મળ્યા હતા.
મિત્રો વિડિયોમાં આપ સ્પષ્ટ રીતે જોઈ તથા સાંભાળી શકશો કે બાળકો કેવો સાહજીક સંવાદ કરે છે! “હવે માત્ર આટલું જ તૈયાર કરવાનું બાકી રહ્યું “.”પેલાને તો બધુ આવડે છે “.”હું આટલું શીખી લઇશ ત્યારે બધુ ખરૂ આવશે “
કોઈ બાળક જાતે રીપોર્ટ કાર્ડનો અભ્યાસ કરતો હોય એવું મારા ધ્યાનમાં પ્રથમ વખત આવ્યું છે. ખરેખર આખા ઉપચારાત્મક કાર્યક્રમમાં કોઈ જગ્યાએ શિક્ષણ વિભાગ દ્વારા એવું ક્યાય નથી કહેવામા આવ્યું કે “બાળકો રીપોર્ટ કાર્ડનો અભ્યાસ કરે તેવું કરજો “પરંતુ કર્મનિષ્ઠ શિક્ષકોના પ્રયત્ન તથા કોઠાસૂઝ ને કારણે જ આ શક્ય બન્યું છે.
આમ પણ મેડિકલ સાયન્સ પણ એજ કહે છે કે “રોગીને પોતાનેજ ખબર પડીજાય કે રોગનું મૂળ શું છે અને તેનો ઉપચાર હવે શું કરવાનો  છે ,તો તેની ઝડપથી તંદુરસ્તી તરફ આગળ વધવાની  શક્યતાઓ વધી જાય છે ”
અત્રે આપ સૌને એક વાત જાવી દઉં કે હું માત્ર સંકલનકાર છુ બધી જ સફળતા  કર્મઠ શિક્ષકો  દ્વારા થયેલ છે.
                                                                                 સંકલન:મૌલિક પટેલ 

Post a Comment

0 Comments