Subscribe Us

Header Ads

ટ્રાફિક મેનેજમેન્ટ


                               ટ્રાફિક મેનેજમેન્ટ
          હમણાં થોડા સમયથી એક કામ પૂર્ણ ન થાય ત્યાં બીજું અન્ય કામ આવી જાય અને બીજું માંડ ચાલુ કર્યું હોય ત્યાં અન્ય  નવા બે કામ આવી જાય. ઘણી વખત માત્ર કામ કઈ રીતે કરીશું એ વિચારતા હોઈએ ત્યાં જ શનિવાર આવી જાય છે. એક જ સમયે એકજ કામ પર વિચાર કરવાનો હોય અને અમલ કરવાનો હોય તો મજા પડી જાય .આમ વિચારોના ચકડોળે  ખૂબ હતાશ થયો ત્યારે મન હળવું કરવા ચાર રસ્તે ગયો ત્યાથી રસ્તો મળી ગયો.
       નાના શહેરના ચાર સસ્તા પર હજુ ટ્રાફિક લાઇટ મેનેજમેન્ટ સીસ્ટમ હોતી નથી.ટ્રાફિક કોન્ટેબલ સમગ્ર ટ્રાફિક નિયમનનું કામ કરતાં જોવા મળે છે. ઘડીક વાર તેમની પ્રવૃત્તિ બારીકાઈથી નિહાળી તો જાણે મારી હતાશાનો  ઉત્તર મળી ગયો.
       ટ્રાફિક કોન્ટેબલ માત્ર એકજ સસ્તા પરના  ટ્રાફિકને અગ્રીમતા આપતા ન હતા. થોડી થોડી વારે તેઓ વારાફરતી દરેક રસ્તા પરના વાહનોને બ્લોકેજથી મુક્ત કરી આગળ જવા દેતા જોવા મળ્યા.  જ્યારે રસ્તા પરનું બ્લોકેજ  થાય ત્યારે વાહનો ખૂબ હોર્ન મારે પરંતુ તેની અસર કોન્ટેબલ પર થતી ન હતી. આ સમગ્ર ઘટના ક્રમ ચાલતો હતો એવામાં જ એક એંબ્યુયલન્સ આવી તો  કોન્ટેબલે સૌથી વધારે અગ્રીમતા તેને આપી એંબ્યુયલન્સને ટ્રાફિક ક્લિયર કરી રવાના કરી . આખા રોડ પર કોઈક ફાસ્ટ રનર વિહિકલ પણ હતા અને સ્લો રનર વિહિકલ પણ હતા પણ ટ્રાફિક મેનેજમેન્ટ કરનાર જો કુશળ  હોય તો સરળતાથી દરેક વિહિકલને ન્યાય આપી  દરેકને પોતાની મંજીલ તરફ નિચ્ચીત સમયે પહોચાડી શકે છે.
          કદાચ આ જ કોન્ટેબલને મારામાં જો હું જીવતો રાખુ તો THOUGHT MENAGEMENTS’ અને ‘class MENAGEMENTS’ કરી મારા પ્લાનિંગ મુજબ નિશ્ચિત સમયે હું મારુ ‘Good Output’મેળવી શકું . 
                                                                             સંકલન:-મૌલિક પટેલ


Post a Comment

0 Comments