Subscribe Us

Header Ads

“વર્ગખંડમા શિક્ષક જાગતો નહિ પણ જીવતો હોવો જોઇએ”.


 “વર્ગખંડમા શિક્ષક જાગતો નહિ પણ જીવતો હોવો જોઇએ”.
આજે એક શાળા ની મુલાકાતે જવાનુ થયુ.મારી સાથે તાલુકા પ્રાથમિક શિણાધિકારીશ્રી મકવાણા સાહેબ પણ શાળા મુલાકાતે હતા.અમે બન્ને ધોરણ 2 ના વર્ગખંડમા ગયા.બધા બાળકોની પ્રગતિ ચકાસતા હતા.લગભગ દરેક બાળકોની પ્રગતિથી સાહેબને સંતોષ થયાનુ જણાતુ હતુ.પરંતુ એક દીકરીની પ્રગતિ સામાન્ય જણાતા સાહેબે દીકરીની પ્રોફાઇલ ચકાસી.
એક બાપ વગરની દીકરીને પિતા ગુમાવ્યાનુ શુ દુ:ખ હોય તે દીકરીની આંખોમાં આપણે વિડિયોમાં જોઇ શકીએ છીએ.” ઘરનો મોભી જ્યારે ગુમાવી દેવાય ત્યારે પરિવાર વેરાઇ જાય છે.” સાહેબનો જ્યારે વાત્સલ્યસભર હાથ તેના માથા પર ફરતો હતો ત્યારે દીકરીની આંખો આંસુથી ભરાઇ ગઇ.આ દ્રશ્ય જોઇ સાહેબનો સ્વર રૂંધાઇ ગયો અવાજ શૂન્ય અવસ્થામા માત્ર ચહેરા પર સંવેદનાના ભાવ સાથે  વર્ગમા હાજર દરેક્ની આ હાલત હતી. “વર્ગખંડમા શિક્ષક જાગતો નહિ પણ જીવતો હોવો જોઇએ”. આ વર્ગમા દીકરીને માતાનો પ્રેમ શિક્ષિકા તરફથી મળે છે.
આ વિડિયોમા દીકરીનો ફોટો મોર્ફ કરી તેની ઓળખ છતી ન થાય તેવો  આશય  છે.દરેક વર્ગમા વિધ્યાર્થીઓ પોતાની સાથે ઘરનુ વાતાવરણ લઇને પણ આવે છે.જો હજારો પ્રશ્નો તથા સમસ્યાઓ લઇને શાળામા આવતા બાળકો સાથે સ્નેહથી વર્તાય તે પણ એક જાતની કેળવણી જ છે.
                                                                   સંકલન:મૌલિક પટેલ

Post a Comment

0 Comments