Subscribe Us

Header Ads

ઘડિયાળ

     એક મિત્રના પિતાને હાટે એટેકનો હુમલો આવ્યો. હુમલો ખૂબ જ ભારે હતો.પિતાને આઇ..સી.યુ.માં દાખલ કરવા પડ્યા.મિત્ર તેના પિતાને અનહદ પ્રેમ કરતો હતો. ડોક્ટરના કહેવા મુજબ  ૬ કલાક ખૂબજ ખતરાના  છે.જો આ સમયગાળા દરમિયાન તમારા પિતાની તબિયતમાં સુધારો થશે તો  તેઓની બચવાની સંભાવના છે. હવે પેલો મિત્ર ભગવાનને યાદ કરતો દવાખાનાના ફર્સ પર  બેસી જાય છે. અને વારંવાર દવાખાનાની ઘડિયાળ  સામે જોયા કરે છે .તેના વિચારોની ગતિ આગળ ઘડિયાળની ગતિ ખૂબજ ઓછી લાગે છે .ઘડિક તેને એવુ પણ લાગે છે કે ઘડિયાળનો પાવર ડિમ થયો છે કે શુ!.ઘડિયાળ બગડી છે કે શું !  આવા વિચારો સતત આવે છે .તેની એક-એક પળ એક કલાક જેટલી લાંબી હોય એવું વર્તાય છે. જીંદગીના આ ૬ કલાક કદાચ તેના સૌથી લાંબા કલાક હશે.

હવે આજ મિત્ર વર્ષો બાદ તેના પ્રિય પાત્ર ને મળવા માટે કોલેજમાંથી બંક મારીને જાય તો પ્રિય પાત્ર સાથે વિતાવેલ ૬ કલાક તેને ૬ મિનિટમાં પૂર્ણ થયા હોય એવો અનુભાવ થાય છે.આ વખતે તેને થાય છે  કે ઘડિયાળ આજ કેમ જલદી ફરે છે.ઘડિયાળનો પાવરમાં તકલિફ હશે કે શું !
“ વર્ગમાં પણ આવું જ થાય છે બાળકો સાથે કામ કરતાં  સમય ક્યારે પસાર થઇ જાય તેની ખબર સુધ્ધાં ય પડતી નથી.”   
કહેવાનુ માત્ર એટલુ છે કે ઘડિયાળનુ કામ માત્ર સમય બતાવવાનું છે. પણ આપણો ગમતો સમય ક્યારે વ્યતિત થાય તે સમજાતું નથી ને ન ગમતો સમય ક્યારેય કેમેય કરીને પસાર થતો નથી.

-     મૌલિક પટેલ  

Post a Comment

0 Comments