Subscribe Us

Header Ads

સ્થિતપ્રજ્ઞતા .............


ઘણી વખત એવું થાય કે આ જગતમાં ખરેખર કોઈ સ્થિતપ્રજ્ઞ પૂરૂષ હશે ? જેનાં પર સુખ કે દુ:ખની અસર વર્તાતી ન હોય ! આ તો કોઈ વિરલ હસ્તી જ હોઈ શકે કે જે જંગલમાં તપ કરી તેમની ઉર્જા પ્રજ્જવલિત બનાવેલ હોય .આવું વિરલ વ્યક્તિત્વ તે જ હોઈ શકે.પરંતુ આપણી આસપાસ રહેલ CCTV કેમેરા પણ ઉત્તમ સ્થિતપ્રજ્ઞ પૂરૂષનું ઉદાહરણ છે. કોઈ કેમેરાની આગળથી કોઈના લગ્નનું ફૂલેકું નીકળતું હોય કે જીતેલ ઉમેદવારની વિજયયાત્રા નીકળતી હોય તો તે કેમેરાની આંખમાં કોઈ ફરફ પડતો નથી અને એવી જ રીતે કોઈની નનામી નીકળતી હોય તો પણ કેમેરાની આંખ રડતી નથી.ગીતામાં જેમ સૂર્યનારાયણ ભગવાનને સક્ષિભાવનું ઉત્તમ ઉદાહરણ તરીકે માનવામાં આવે છે તેમ આજના સમયમાં CCTV કેમેરા પણ સ્થિતપ્રજ્ઞતાનું ઉત્તમ ઉદાહરણ છે.
                                                                                                                    -મૌલિક પટેલ
                                                                                                                  (૦૬/૦૪/૨૦૧૭)

Post a Comment

0 Comments