Subscribe Us

Header Ads

ડુપ્લિકેશન



આજના સમાચારપત્રોમાં ભારતીય ક્રિક્રેટ ટીમ પર વાહવાહી ની વાતો છાપવામાં આવી છે અને ભારતીય ટીમ તેની હકદાર છે. સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ ક્રિકેટ ટીમ જો છે તો..........
પણ આજની આ ટીમ બનવા પાછળ મારી દ્રષ્ટિએ ભારતીય ટીમના ભૂતપૂર્વ પ્લેયર્સને પણ એટલીજ ક્રેડીટ જાય છે. આજના મોટા ભાગના પ્લેયાર્સનો રોલ-મોડેલ સચિન તેંદુલકર છે. ભારતીય બી.સી.સી.બોર્ડ જ્યારે સચિન પૂરા ફોર્મમાં હતો ત્યારથીજ તેના ડુપ્લિકેશન બનાવવાનું શરૂ કરી દીધું હશે. એક જમાનામાં વેસ્ટઇન્ડીઝ ટીમનો દબદબો હતો ત્યારે તેમના સંચાલકો આ કામ કદાચ નહિ કરી શક્યા હોય કે તેમણે ટીમના ડુપ્લિકેશન નહી બનાવ્યા હોય.અને તેનું પરિણામ આપણી સામે જ છે.
કોઈ ટીમ કે પ્રોજેક્ટ ત્યારેજ સફળ થાય કે જ્યારે તેના પ્લેયર્સ પૂરા ફોર્મમાં હોય ત્યારે જ તેની વેઇટિંગ ટીમ તૈયાર થઇ જાય. નવો જ ખેલાડી જ્યારે પ્રથમ વખતજ મેદાનમાં આવે ત્યારે તેને હજારો મૂંઝવણ હોય છે.જ્યારે આખી ટીમ નવીજ હોય તો ........
ભગવાનનો આભાર માનું છું કે બી.સી.સી.બોર્ડમાં હજુ સમજદાર વ્યક્તિઓ તથા શાસકોનાં હાથમાં સુકાન છે નહિ તો આખી ટીમ કુલીંગ પિરિયડ માં હોત અને ...........


                                                                                                             - મૌલિકપટેલ
                                                                                                              ૨૯/૦૩/૨૦૧૭

Post a Comment

0 Comments