Thanks Facebook
આ ફેસબુક પણ કેવું ગજબનું છે .મારા પિતાશ્રી નું
તારીખ: ૭/૧/૨૦૧૭ નાં રોજ અવસાન થયેલ છે. મારા મનમાં સતત તેમના વિચારો તથા તેમની
સાથે ગાળેલ સમય સંભારણા વાગોળતા રહે છે .હું
સતત અપસેટ રહું છું .પણ જ્યારે ઘેર આવું છું ત્યારે મારા મોબાઈલમાં એક મેસેજ આવે
છે કે Govindlal n patel is near by you આ સાથે મારા પિતાશ્રીનો ફોટો પણ આવે છે.
ખૂબ સારૂ લાગે છે જ્યારે આવો મેસેજ આવે છે ત્યારે.
મિત્રો જ્યારે એક દીકરા પરથી જ્યારે તેના પિતાની
છાત્રછાયા દૂર થાય ત્યારે ખૂબજ એકલતા અનુભવાય છે. જેના પિતા હયાત છે તેને જગતનો
કોઈ ગુરૂ શોધવાની જરૂર નથી. મારા પિતા સાથે વિતાવેલ અંતિમ ક્ષણ મારા માટે જીવનભરની
અમૂલ્ય ક્ષણો છે.
જો તમારા પિતાશ્રી હયાત હોયતો માનજો કે તમે
દુનિયાના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છો.તેમની સાથે આત્મીયતાથી ખૂબ વાતો કરજો.બની શકે
તો તેમને તમારા ખોળામાં સૂવાડાવાજો.ગાલ પર એક મીઠી પપ્પી કરજો.હું દુર્ભાગી આ કરી
શકતો નથી .બાપ નાં મોઢા પરની હાસ્ય તથા તમારા પરનો સંતોષ તમારી દિવસભરની થકાવટ દૂર
કરી દેશે ....
આટલી મારી વિનંતિ પ્રભુ ચરણોમાં રાખજો, પપ્પાના આત્માને શાંતિ આપજો,
લખ ચોરાશી માફ કરી ચરણોમાં રાખજો, પપ્પાના
આત્માને શાંતિ આપજો,
આટલી મારી વિનંતિ પ્રભુ કૈલાશમાં રાખજો, પપ્પાના
આત્માને શાંતિ આપજો,
લખ ચોરાશી માફ કરી અમરધામમાં રાખજો, પપ્પાના
આત્માને શાંતિ આપજો,
-મૌલિક
ગોવિંદલાલ પટેલ
0 Comments