Subscribe Us

Header Ads

એક સી.આર.સી.કો.ઓર્ડીનેટર.............



આજથી બરાબર ચાર વર્ષ અગાઉ સર્વ શિક્ષા અભિયાન –પાટણ દ્વારા સી.આર.સી. ચિંતન શિબિરનું આયોજન  માનવ આશ્રમ સાગોડિયા ખાતે કરવામાં આવેલ હતું. જેમાંની કેટલિક યાદો તથા આયોજનો અવિસ્મરણીય રહ્યા છે.
આણંદ જિલ્લાના એક સી.આર.સી.કો.ઓર્ડીનેટર અમારા તજજ્ઞ તરીકે હતા. તેમણે પોતાના ક્લસ્ટરને મોડેલ ક્લસ્ટર બનાવેલ છે. તમામ શિક્ષકો માટે રેડ કાર્પેટ અને  લર્નિંગ ટેબલ સાથેની બેઠક વ્યવસ્થા .સમ્પૂર્ણ ડિઝીટાઇલેઝેશન ક્લસ્ટર, સાચા અર્થમાં સંસાધન કેન્દ્ર બનાવેલ છે. તેમણે એક લહિયો પણ રાખેલ છે જે ક્લસ્ટરના શિક્ષકોને તેમના સારા કે ખરાબ પ્રસંગે પોસ્ટકાર્ડ લખીને પોસ્ટ કરે છે. તેઓ શિક્ષકોના ઘેર જઇને શિક્ષકે કરેલ સારા કાર્ય તથા મેળવેલ વર્ગખંડની સફળતાની ( સીધ્ધિઓ)  જાણકારી શિક્ષકના પરીવારજનોને જણાવે છે. બાળકોને પણ પત્રવ્યવહાર કરવામાં આવે છે.
મિત્રો એક સી.આર.સી.કો.ઓર્ડીનેટર આટલો આત્મીયતાથી પોતાના શિક્ષકો સાથે જોડાયેલ હોય ત્યાં શૈક્ષણીક ગુણવત્ત્તા તો હોવાની જ .
આજે આ સી.આર.સી. કો.ઓર્ડી.નું નામ મને યાદ નથી પણ તેમનું કામ મને બરાબર યાદ છે. ઘ્ણી વખત એવું થાય કે હું પણ આવા કોઇ ઉત્સાહી સી.આર.સી.કો.ઓર્ડી.નો શિક્ષક હોઉ તો !!!!!!!!!!
આ તબક્ક્કે સર્વશિક્ષા અભિયાન પાટણ યુનિટનો આભાર માનું છું કે તેઓ આવી તકો તથા આવા તજજ્ઞો થકી અમારી કેપેસીટી બિલ્ટ કરવાનો પ્રયાસ કરે છે.
                                                - મૌલિક પટેલ

Post a Comment

0 Comments