Subscribe Us

Header Ads

ભગવાન ક્યાં છે ???



                                   ભગવાન ક્યાં છે ???
એક દિવસ એક રાજાએ પોતાના મંત્રીઓને આદેશ કર્યો કે મારે ભગવાનને જોવા છે અને રાજ્યમાંથી એવા વ્યક્તીને શોધી લાવો કે જે મને ભગવાન બતાવે.બધા મંત્રીઓ રાજાની આજ્ઞા મુજબના વ્યક્તીની શોધખોળ કરવા લાગી ગયા કોઇ એવો વ્યક્તી ના મળ્યો જેણે ભગવાનને જોયા હોય. એવામાં બીજા રાજ્યમાં આવેલ એક સંતના આશ્રમમાં ગયા અને પોતાના રાજાની ઇચ્છા તથા આજ્ઞા જણાવી .સંતે મંદ હાસ્ય સાથે જણાવ્યું કે બસ આટલી જ વાત.!!!! .તેમણે પોતાના  સૌથી નાની ઉંમરના શિષ્યને મંત્રી સાથે મોકલ્યો.શિષ્યને જોઇને રાજાને નવાઇ લાગી કે આવડું નાનું બાળક કેવી રીતે મને ભગવાન બતાવી શકશે ???
શિષ્યે દરબારમાં દૂધનો ગ્લાસ મંગાવ્યો અને તેમાં આંગળી બોળી આંગળી ધારી ધારીને જોવા લાગ્યો . આવું લાંબા વખત સુધી ચાલ્યું અંતે રાજાની ધીરજ ખૂટીને તેમણે શિષ્યને જણાવ્યું કે બાળક આ શું કરે છે કેમ સમય બગાડે છે , અને શું શોધે છે ?
શિષ્યે કહ્યું મહારાજ માખણ શોધું છું .રાજાએ હસીને કહ્યું મૂર્ખ શિષ્ય દૂધમાંથી માખણ કાઢવા પહેલાં તેને તપાવવું અને ઉકાળવું પડે પછી તેને ઠારવું પડે,  અંદર મોયણ નાખવું પડે પછી તેને વલોવવું પડે પછી માખણ મળે એમ સહજ માખણ ન મળે.

શિષ્યે કહ્યું કે રાજાજી જેમ દૂધના પ્રત્યેક ટીંપામાં માખણનો અંશ રહેલો છે તેમ આ સમસ્ત સંસારના જીવ માત્રમાં ભગવાનનો અંશ રહેલો છે પરંતુ ભગવાન એનેજ પ્રાપ્ત થાય છે જે પોતાની જાતને સત્કર્મો થકી તપાવે,ઉકાળે સંત સમાગમનું મોયણ નાખે .કઠોર  સાધના કરે ત્યાર પછી જ ભગવાન પ્રાપ્ત થાય .
રાજા શિષ્યના પગમાં પડી ગયો અને સત્કર્મો  કરવા લાગ્યો.
-સંદર્ભ સ્ત્રોત :-યુગ શક્તી ગાયત્રી ,
                                                                           -સંકલન- મૌલિક પટેલ

Post a Comment

0 Comments