Subscribe Us

Header Ads

એક મોટીવેટર !!!!!!!!!!!!!!



                      એક મોટીવેટર !!!!!!!!!!!!!!
લેખનું મથાળું વાંચી આપને લાગશે કે કોઇ પ્રાણી બેસ્ટ મોટીવેટરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે!!!!!!!!!!!
 મારી સોસાયટીમાં એક કૂતરો દરરોજ રાત્રે મારા ઘરની બાજુમાં આવીને જોરથી ભસવા લાગે. દરરોજ લગભગ બે કે ત્રણ વાગ્યે આ ઘટના ક્રમ ચાલુ થાય અને અને શિયાળાની ઘસઘસાટ ઊંઘ બગડે પછી તો દરરોજ કૂતરાનો આ ક્રમ બની ગયો. અમે ગમે તેટલો તેને મારીએ તો પણ તે બરાબર મધ્ય રાત્રીએ સમય થાય ત્યારે આવી જાય અને ભસવાનું શરૂ કરે ( આપણને કૂતરાની ભાષા આવડતી નથી માટે તે શું કહેવા માગે છે તે સમજાતું નહી માટે ભસવું શબ્દ પ્રયોજ્યો છે. )
હું કોઇ વખત તેને મારવા માટે તેની પાછળ પડું તો પણ તે પાછો વળી ત્યાંજ આવી જાય. એક વખતતો મિત્રના બાઇક પર કોથળામાં બાંધીને લગભગ 5 કિ.મી. દૂર મૂકી આવ્યો તો બીજા દિવસે પાછો ત્યાં આવી ગયો.
મને એમ થાય કે આ કૂતરાને આટલો મારવા  ,ધિક્કારવા છતાં તે પોતાનો રસ્તો છોડતો નથી અને પાછો પોતાની જગ્યાએ આવી જાય છે તો આપણે કેમ થોડી નિષ્ફળતા મળવાથી બીજી વખત પ્રયાસ કરવાનું છોડી દઇએ છીએ. આ તબક્કે તમને મારા એક મિત્ર કિરીટભાઇએ કહેલી વાત જણાવું છું કે જ્યારે તમને કોઇ ક્ષેત્રમાં નિષ્ફળતા મળે તો નિરાશ થયા વગર ' કેક ' કાપી પાર્ટી કરવી જોઇએ અને ઉજવણી પણ એટલી શાનદાર કરો કે જેથી સફળતાને પણ ઇર્ષા થઇ જાય  
કુદરત ખૂબ દયાળું છે .તેણે આપણી આસપાસ એવા જીવંત ઉદાહરણો સર્જતો હોય છે જે આપણને હતાશામાંથી બેઠા થવાની શક્તી આપે છે.
                                         - મૌલિક પટેલ 

Post a Comment

0 Comments