Subscribe Us

Header Ads

સ્વાધ્યાય



પૂજ્ય સંતશ્રી સચ્ચિદાનંદ મહારાજના શબ્દ રત્નો આપની વચ્ચે વહેંચી રહ્યો છું.  

  • ·         વૈભવને પ્રદર્શનની ભૂખ હોય છે. જો વૈભવને પ્રદર્શનની લાલચ ન હોય તો કલ્યાણ થાય.

  • ·         ભોજન અને ભજન ગુપ્ત રાખવું.

  • રાક્ષસો અન્યત્ર ક્યાંય નહિ પણ આપણા અંદર જ હોય છે રાવણ અને દુર્ગા આપણામાં જ વસવાટ કરે છે.

  • ·         શક્તિ એ બે ધારી તલવાર છે જો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો દુશ્મનને મારે નહી તો પોતાને જ મારે.

  • ·         લક્ષ્મી ન પચે તેના ત્રણ કારણો છે.(1) જુગાર (2) વ્યશન(3) વ્યભિચાર

  • ·         ગરીબીમાં દામ્પત્ય સુખી રહે છે.

  • ·         જે પુરુષનો બહાર જયજયકાર હોય તેના નામનો ઘરમાં કકળાટ જ હોય.

  • ·         જે ભગવાન પીંપળામાં છે તે જ બાવળમાં હોય છે.

  • ·         સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાય.

  • ·         ધરતી વસ્તવિક હોવા છ્તાં પૂરી દેખાતી નથી અને ક્ષિતિજ અવાસ્તવિક હોવા છ્તાં દેખાય છે.

  • ·         મોટાઇ એ મોટા માણસના કજીયાનું કારણ છે.

  • ·         આ જગતમાં જે યોગી છે તે પોતાને ભોગી બતાવે છે અને જે ભોગી છે તે પોતાને યોગી બતાવે છે.

  • ·         જો તમે મોટાઇનો ભાર ઉતારશો નહિ તો તેના ભાર નિચે જ દબાઇને મરી જશો.

  • ·         તમે જ્યારે મોટી ખૂરશી પર બેસવા જાવ ત્યારે કેટલાક લોકોને પેટમાં ચૂંક આવવાની જ

  • ·         જો તમારે કર્તાને જાણવો હોય તો પ્રથમ તેની ક્રુતિને જાણો.

  • ·         ભગવાન દિવ્ય ચક્ષુ જડે જ જોઇ શકાય છે.

  • ·         નજીકના માણસને ઓળખવો ખૂબ અઘરો છે.

  • ·         કેટલાક લોકો જન્મજાત ભક્ત હોય છે અને કેટલાક લોકો આઘાતમાં ભક્ત બને છે.

  • ·જેના ઘરમાં અશાંતિ છે એ જ શાંતિની કિંમત ચૂકવી શકવા તૈયાર થાય.

Post a Comment

0 Comments