Subscribe Us

Header Ads



                                                                           તારીખ: ૨૧/૮/૨૦૧૬
આજે સંતશ્રી સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલીવાલા) નું સાનિધ્ય પ્રાપ્ત થયું તેમના અપાયેલ ઉપદેશના કેટલાક અંશો આપની સામે વ્યક્ત કરું  છું.

  • ·         પુરુષાર્થ વગર જે મળે છે તે ભાગ્ય કહેવાય
  • ·         દોષ કર્યા  વગર મળતા દુ:ખોને દુર્ભાગ્ય કહેવાય.
  • ·         આત્માની ઉન્નતી થાય તેને સદભાગ્ય કહેવાય
  • ·         આપણે ભાગ્યવાદી છીએ કે પુરુષાર્થવાદી તે આપણે જ નક્કી કરવાનું હોય છે.
  • ·         બધુંજ વિધાતા એ પહેલેથી નક્કી કરેલ હોય તેને નિયતિવાદ કહેવાય છે.
  • ·         બધૂંજ ભૂલજો પરંતું તમારી ભૂતકાળની ગરીબીને ક્યારેય ભૂલતા નહિ અને તે તમારા સંતાનોને જણાવશો .
  • ·         એકજ ડાળી પર ખીલેલા ત્રણ ફૂલ પૈકી એક ભગવાનના ચરણોમાં જાય છે , બીજું કોઇની કબર પર ચડે છે   જ્યારે ત્રીજું ફૂલ કોઇ પતિતાના અંબોડામાં ગુંથાય છે આને પ્રારબ્ધ કહિ શકાય.
  • ·         ભાગ્યને પણ પુરુષાર્થની જરૂર પડે છે.
  • ·         જીવન પોતાની શરતે જીવો , બહુજ થોડા ભાગ્યશાળી લોકો આ જગત પર જીવે છે કે જેઓ પોતાની શરતે જીવન જીવે છે મોટાભાગના લોકો અન્યોની શરતોને આધારે પોતાનું જીવન જીવે છે.
  • ·         સંસારનું કેન્દ્ર સ્ત્રી છે અને પુરુષ તેનો ઉપગ્રહ છે .ઉપગ્રહને પોતાનું ગુરુત્વાકર્ષણબળ હોતું નથી
  • ·         સત્તા પર બેઠેલ વ્યક્તીને જો મદ ચડ્યો ન હોય તો જ તે સાચો ન્યાય કરી શકે છે અને આને જ સાચો રાજયોગ કહેવાય.
  • ·         ભગવાન એટલે જે અસીમ છે.જેનું જ્ઞાન અનંત છે અને જેની બધીજ ક્રિયા પૂર્ણ છે.
  • ·         ભારતમાં મંદિરો પર લક્ષ્મીને અર્પણ કરનાર દાતાઓના નામ મોટા અક્ષરોમાં લખાય છે પરંતું જેને સરસ્વતીની સાધના દ્વારા મંદિરનું શિલ્પકામ કર્યુ છે તેનું નામ કાંતો નાના અક્ષરોમાં અથવા નથી લખાતું . કલાકારોની આ ઘોર ઉપેક્ષા કહિ શકાય.
  • ·         સંસારને આનંદથી માણવો હોય તો જેમ તળાવને પાળ છે તેમ જીવનની પણ મર્યાદાની પાળમાં બાંધવું જોઇએ અને સાચી મર્યાદામાં જીવનાર જ મર્યાદા પુરુષોત્તમ બનવાના સંજોગો સર્જી શકે છે.
  • ·         જીવનની ચરમસીમા પ્રેમ છે.


                                                                સંકલન - મૌલિક પટેલ

Post a Comment

0 Comments