Subscribe Us

Header Ads

વાર્તા એક સરકારી શાળાની



                   વાર્તા એક સરકારી શાળાની
મિત્રો બાળકોને વાર્તા ખૂબ જ પ્રિય હોય છે. પ્રાથમિક શાળામાં બાળકોને ભાષાનાં  કૌશલ્ય કેળવવા માટે પ્રથમ તેને શ્રવણનો અનુભવ કરાવવો ખૂબજ જરૂરી છે. ધોરણ: ૧ નાં બાળકોને શરૂઆતના દિવસોમાં માત્ર ગીતો,અભિનય ગીતો તથા વાર્તાઓ સંભળાવવી જોઈએ .બાળકને શ્રવણનું કૌશલ્ય કેળવાયા બાદ કથન કૌશલ્ય કેળવાય તે માટે તે બાળકોને શાળામાં બોલવા દેવાની તક આપવી જોઇએ. આજે તમારી વચ્ચે મારા ક્લસ્ટરની હાજીપુર શાળામાં ધોરણ:1 માં અભ્યાસ કરતા બાળકોમાં કેવા પ્રકારનો કથન કૌશલ્યનો વિકાસ થયો છે તે દર્શાવી રહ્યો છું.
અત્રેથી ધોરણ: 1નો વિધ્યાર્થી ક્રિશ પોતાની વાર્તા રજૂ કરી રહ્યો છે. આપ જોશો તો વચ્ચે વચ્ચે તે હિન્દી ભાષાના પણ ઉચ્ચાર કરી રહ્યો છે. બાળકની બોલવાની છટા પરથી તેનામાં કેળવાયેલ વાર્તા કથન કૌશલ્યનો આપ વિકાસ જાણી શકશો.
આનંદ એ વાતનો છે કે મારી શાળાઓના શિક્ષકો કર્મને ધર્મ ગણી ને કાર્ય કરે છે. મિત્રો આ શાળામાં શહેરની ખાનગી શાળાઓમાંથી પણ બાળકો  પરત ફરી રહ્યા છે. 
                                                                           - મૌલિક પટેલ 

Post a Comment

0 Comments