માવતર
આજે સવારે મંદિરે
દર્શન કરવા ગયો ત્યાં અમારા જૂના પાડોશી બા મળ્યા, ઉંમરને કારણે તે મને ઓળખી શક્યા
નહિ પણ મેં ઓળખાણ આપી ત્યારે તેઓએ ઓળખ્યો .મેં અમસ્તું પૂછ્યું બા મજામાં તો છો ને
! મારા આ શબ્દો સાંભળતાંજ તેઓ ઢીલા પડી ગયા અને તેમની આંખો વરસી પડી.તેમણે
જણાવ્યું કે દિકરાઓએ બે-બે માસ રાખવાનું જણાવ્યું છે. ઘેર ગામમાં રહેતી હતી તો તાવ
આવ્યો મટ્યો નહિ એટલે દિકરાના ઘેર શહેરમાં
ગઇ . દવાખાને ન લઇ જવા પડે તે માટે સુંઢ ખાવાનું કહ્યું અને વધારે દવા લાવવી ન પડે
તે માટે એકજ માસમાં બહાના કાઢીને બીજાના ઘેર મૂકી આવ્યા. વહુઓ બોલવાની ખૂબ મીઠી છે
પણ એકાંતમાં ખૂબ પજવે છે.( આ બાના દિકરાઓ પૈસે ટકે સૂખી છે.જ્યારે તેમના પિતાજી
અવસાન પામ્યા હતા ત્યારે બાએ ગામમાં મજૂરી
કરીને તેમને ધંધો કરી આપ્યો હતો. ) આ વાત
ચાલતી હતી તે દરમિયાન મને મારી મા તે બા માં દેખાતી હતી . મારો આત્મા મારા મનને
પૂછતો હતો કે ક્યાંક હું બુલેટ બાઇક
લાવવાના શોખમાં તેના ઢીંચણનું ઓપરેશન કરાવવાની જવાબદારીમાંથી છટકી તો નથી રહ્યોને.
મારા શોખ મા-બાપની જરૂરીયાતોના ભોગે તો નથી પૂરા કરતોને!!!!!!!!!
એક વાત ચોક્કસ સમજાઇ
કે જીવનમાં એક એવા મિત્રની મદદ લેવી જોઇએ
જે આપણા વતી આપણા માવતરને પૂછી શકે કે મા તમારો દિકરો તમને રાજી તો રાખે છે ને
!!!!!!!!! .તમને તમારા દિકરાથી શું ફરીયાદ છે!!!!!!!!!!!!
મને એમ
થાય છે કે' હું કળિયુગનો શ્રવણ માવતરની આંખોમાંથી તો શ્રાવણ
વરસાવતો નથીને ' !!!!!!!!!!!!
- મૌલિક પટેલ
0 Comments