Subscribe Us

Header Ads

સાતમું પગારપંચ



                                   સપનું કે ......
ગઇ કાલે આખો દિવસ સાતમા પગાર પંચની ચર્ચા તથા ગણતરીને વાતો કરતા પસાર થયો થોડોક રોમાંચ થયો કે પગાર ઘણો મળશે કેટલાક સપનાઓ પૂરા કરવા વાતાવરણ મળશે. રાત્રે વાંચન કર્યા બાદ સૂઇ ગયો ત્યાં નિંદર રાણી મીઠાં સપનાઓના દેશમાં ફરવા લઇ ગયા. સપનામાં પણ પગાર પંચ ના લાભના કારણે પૂર્વભારતના પ્રવાસે જવાનું થયું. ઘટાદાર જંગલોના પ્રદેશ મેઘાલય, અસમમાં ફરી રહ્યા હતા ત્યાં આતંકવાદી સંગઠનના કેટલાક સભ્યો અમોને ઘેરી વળ્યા .મારી પાસે પૈસાની માંગણી કરી .સપનામાં મારી પાસે 5000/- રૂપીયા જેટલી રકમ હતી .મેં પૈસા આપવાની મનાઇ કરી તો તેઓએ લૂંટફાટ કરવા લાગ્યા અને પછી બચાવમાં મારી હત્યા કરી દીધી.
     શ્વાસ વધતાં સપનું તૂટી ગયું અને પછી મન ચકડોળે ચડ્યું કે મારી કિંમત કેટલી??? માત્ર 5000/- રૂપીયા .!!!!!!!!!!!!!!!!!!!!  જો મારી આખી બજાર કિંમત જો 5000/- રૂપીયા હોય તો સરકાર મને એક મહિનાના 30000/- રૂપીયા આપવાની છે.  શું હું સરકારે મારી બજાર કિંમત કરતાં ચૂકવેલા વધારાનાં નાણાં નો ઉપયોગ મારી શાળાની ગુણવત્તા સુધાર માટે કરી શકીશ.કે પછી..............................  
વર્ગમાં કચરો વાળવા માટે સાવરણી જ્યાં સુધી આચાર્યશ્રી ન લાવી આપે ત્યાં સુધી કચરો વાળવાનું બંધ કરાવી  દઇશ.  
ભલે ચાની કીટલી પર 20 રૂપીયાની ચા મિત્રો સાથે પીશ  પણ બાળકોને ટેસ્ટ માટે 15 રૂપીયાની ઝેરોક્ષ કઠાવીશ કે નહી. !!!!!!!
ઘરના બેડ રૂમમાં એસી લગાવીશ પણ મારા વર્ગમાં ,રહેલા પંખાનું કેપેસીટર બળી ગયેલ છે જેના કારણે મારા બાળકો ગરમીમાં બેસે છે . તેમને ઠંડો પવન વાય તે માટે  આચાર્યશ્રી કંઇ કરે તેની રાહ જોઇશ.!!!!!!!
ખબર નથી કે આ  સાચું છે કે નહિ પણ જ્યાં સુધી શિક્ષકને વિધ્યાર્થીની પીડાનો અનુભવ દરેક ક્ષણે ન થાય ત્યાં સુધી તે મા-સ્તર સુધી કઇ રીતે પહોંચશે.
                                                                                      -મૌલિક પટેલ
       

Post a Comment

0 Comments