Subscribe Us

Header Ads

મેળામાં


કોઇ એક શહેરમાં મેળો ભરાયો હતો. નાના બાળકે જીદ કરી એટલે એનો બાપ દિકરાને મેળો બતાવવા માટે લઇ ગયો.દિકરાએ ક્યારેય મેળો જોયો ન હતો એટલે એતો મેળાને માત્ર લાઇટની રંગબેરંગી રોશનીઓ જ સમજતો હતો. બાપ અને દિકરો જ્યારે મેળામાં પહોચ્યા ત્યારે ખૂબજ ભીડ હતી . બાપે દિકરાને આંગળી પકડાવી મેળો બતાવવા લાગ્યો .છોકરો બિચારો ભીડ વચ્ચે અથડાતો અથડાતો બાપ સાથે આગળ જતો હતો અને , તે મનમાં વિચારતો કે મેળો એટલે લોકોનાં ટોળાં અને ભીડ અને એમાંથી નીકળવાનો માર્ગ શોધવો એનું નામ મેળો. બાપે થોડી વાર પછી દિકરાને પોતાના ખભા પર બેસાડી દિધો અને આગળ ચાલવા માંડ્યું હવે દિકરાને મેળામાં રમકડાની દુકાનો, ચકડોળ ,વિવિધ રાઇડ્સ ,દેખાઇ દિકરાએ તો નક્કી જ કરી દીધું કે મેળો એટલે રમકડાની દુકાનો, ચકડોળ, હાટડિયો,ચવાણું ફરસાણ વગેરે...........
બાપ હવે મોટા ચકડોળમાં દિકરા સાથે બેઠો, હવે ઉંચેથી દિકરાને શહેર આખું દેખાવા લાગ્યું. માણસો તથા દુકાનો નાની દેખાવા લાગી ઉંચે ભીડ વગર મુક્ત મને વાતો પવનનો સ્પર્શ થયો દિકરાએ મન બનાવ્યું કે મેળો એટલે પેટમાં વાયરો ભરાવવો અને મનને માણવાનો અવસર. 
મિત્રો બાળક એ જ હતો અને મેળો પણ એજ હતો માત્ર સ્થિતી બદલાતાં વિચારો પણ બદલાઇ ગયા . જીવનમાં પણ કોઇ વખતે સ્થિતીમાં ફેરફાર થતાં ..................................................... !!!!!!
                                                                                                                           
                                                                                                                               - મૌલિક પટેલ
#mg
#fair
www.maulikgovindlalpatel.blogspot.in

Post a Comment

0 Comments