Subscribe Us

Header Ads

એક વાર્તા છોડવું કે પકડવું !!!!!!!

                                           એક વાર્તા છોડવું કે પકડવું !!!!!!!
       એક જંગલ હતું .આ જંગલમાં વાંદરાઓના ઘણા ટોળા રહેતા હતા.વાંદરાઓ અલમસ્ત બનીને જંગલ પર પોતાનો ઇજારો હોય તેમ મસ્તી કરીને ઝાડ પર કૂદાકૂદ કરતા .
       એક દિવસની વાત છે. આ જંગલમાં વાંદરાઓ પકડવા શિકારીઓ આવ્યા. પણ વાંદરાઓને પકડવા કેવી રીતે એના વિશે તેઓ વિચારવા લાગ્યા.એક અનુભવી શિકારીએ પોતાનો પ્લાન રજૂ કર્યો. તેણે જમીનમાં સાંકડા નાળચા વાળી ધાતુની માટલીઓ દાટી અને તેનું નાળચું જમીન બહાર દેખાય તે રીતે રાખ્યું. હવે આ માટલીઓની અંદર મગફળીઓ
નાખી. થોડીક મગફળી જમીન પર પણ નાખી .મગફળી વાંદરાઓને ખૂબજ ભાવે છે. શિકારીઓ આટલું કામ કરીને જતા રહે છે. વાંદરાઓએ જમીન પર વેરાયેલી મગફળીઓ જોઇ અને નીચે ઉતર્યા . તેમણે મગફળી ખાધી આ ઉપરાંત તેમણે ઘડામાં રહેલી મગફળીઓ પણ જોઇ તથા તે ખાવા માટે તેમણે ઘડામાં હાથ ઘાલ્યો અને મગફળીની મૂઠી ભરીને બહાર કાઢવા પ્રયત્ન કર્યો પણ ઘડાના નાળચાં સાંકડા હતાં અને મૂઠી વાળવાને કારણે હાથ બહાર ન નિકળ્યા અને આખી રાત વાંદરાઓ એમને એમ બેસી રહ્યા. સવારે શિકારીઓએ તેમને પકડી લીધા.
          મિત્રો ઘણી વખત વાસ્તવિક જગતમાં આપણે પણ કોઇ પણ ખોટા મોહને લિધે આપણી ગમતી વસ્તું છોડી શકતા નથી અને આફતમાં સપડાઇ જતા હોઇએ છીએ. રૂપાળાં શીંગડાંજ આપણને શિકારીને હવાલે કરતા હોય છે. જો વાંદરાઓએ યોગ્ય સમયે મગફળી છોડીને મૂઠી ખોલી હોતતો તેઓ ...........

‪#‎mg‬

                                                                                                        - મૌલિક પટેલ

Post a Comment

0 Comments